રીંગણનું શાક તો બધા બનાવતા હશે પણ આવી રીતે કોઈ નહિ બનાવતું હોય…

બધા જ ઘરોમાં રીંગણનું શાક બનતું હશે પણ દરેક ઘરની વાત કરીએ તો દરેક ઘરમાં અલગ અલગ સ્વાદ આવતો હોય છે. એનું એકમાત્ર કારણ છે…

બધા જ ઘરોમાં રીંગણનું શાક બનતું હશે પણ દરેક ઘરની વાત કરીએ તો દરેક ઘરમાં અલગ અલગ સ્વાદ આવતો હોય છે. એનું એકમાત્ર કારણ છે કે દરેકની બનવાની રીત અલગ અલગ હોય છે. જેના કારણે સ્વાદમાં પણ ઘણો ફેર પડી જતો હોય છે.

સામન્ય રીતે રીંગણ એક એવું શાકભાજી છે જે મોટાભાગના લોકોને નથી ભાવતું હોતું. જો તમારા ઘરના સભ્યોને પણ રીંગણનું શાક ન ભાવતું હોય તો તમારે અલગ રીતથી તેને બનાવવાની જરૂર છે. કારણ કે આ શાક તો ઘણા લોકો બનાવતા હોય છે પણ કઈક ખામી રહે છે. આજે અમે તમને એકદમ અલગ રીતથી રીંગણનું શાક બનાવતા શીખવાડીશું. જેને તમારા ઘરના સભ્યો હોંશે-હોંશે ખાઈ લેશે. અને

સારમાં સારું રીંગણાનું શાક બનાવવા શું જોશે?

10-11 નાના રીંગણ

4 લસણની કળી

1/2 કપ સીંગનો ભૂક્કો

2 નંગ સમારેલી ડુંગળી

2 ચમચી તેલ

2 સૂકા લાલ મરચા

1.1/2 કોકોનટ મિલ્ક

2 ચમચી દાડમનો રસ

9 લીમડાના પાન

સ્વાદાનુંસાર મીઠું

1 ચમચી રાઈ

1 ચમચી આમચૂર પાઉડર

કેવી રીતે બનાવશું સારામાં સારું રીંગણાનું શાક

એક પેનમાં તેલ લઈને મીડિયમ ફ્લેમ પર તેને ગરમ થવા દો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ ઉમેરીને તતડવા દો. બાદમાં તેમાં લીમડાના પાન અને સૂકા લાલ મરચા ઉમેરો. તેને 1 મિનિટ સુધી સોતે કરી લો.

હવે તેમાં સમારેલી ડુંગળી અને ક્રશ કરેલું લસણ ઉમેરીને 2થી 4 મિનિટ સુધી ચડવા દો. બાદમાં તેમાં સીંગનો ભૂક્કો અને આમચૂર પાઉડર ઉમેરો તેને 5 મિનિટ સુધી ચડવા દો.

તેમાં કાપા પાડેલા આખા રીંગણ, દાડમનો જ્યૂસ અને કોકોનટ મિલ્ક ઉમેરીને ત્યાં સુધી ચડવા દો જ્યાં સુધી રીંગણ સરસ બફાઈ ન જાય. 10-15 મિનિટ બાદ રીંગણ સરસ ચડી ગયા હશે.

હવે, અંતે ગેસ બંધ કરી દો. અને તૈયાર છે રીંગણનું શાક. તમે આ શાક ભાખરી,રોટલી,પરાઠા સાથે ખાઈ શકો છો.

કોકોનટ મિલ્ક ઘરે પણ બનાવી શકો છોઃ

સામગ્રીઃ 1 કપ ફ્રેશ નારિયેળ, દોઢ કપ પાણી

નારિયેળના ટૂકડાં કરીને તેની ઉપરની જે છીકણી કલરની છાલ હોય તે કાઢી નાખો. હવે મિક્સર જારમાં નારિયેળના ટુકડા અને પાણી લઈને એકદમ બારીક ક્રશ કરી લો. બાઉલ લો અને તેની ઉપર મલમલનું કપડું મૂકો. ક્રશ કરેલું નારિયેળ તેમાં મૂકીને કાપડની પોટલી વાળી લો અને તેને હાથથી નીચોવી લો. તો આવી રીતે ઘરે જ બની જશે કોકોનટ મિલ્ક.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *