10 પાસ માટે ‘ISRO’ માં નોકરીની સુવર્ણ તક, 50 હજારથી મળશે પગાર- જલ્દી અહિયાં કરો આવેદન

Published on Trishul News at 7:34 PM, Fri, 27 August 2021

Last modified on September 4th, 2021 at 10:27 AM

હાલમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટરમાં હેવી વ્હીકલ ડ્રાઈવર, વ્હીકલ ડ્રાઈવર, રસોઈયો, ફાયરમેન અને કેટરિંગ એટેન્ડન્ટ પોસ્ટ્સની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં યોગ્ય અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ lpsc.gov.inની મુલાકાત લઈને ઇસરો LPSC ભરતી 2021 માટે અરજી કરી શકે છે. જણાવી દઈએ કે, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 06 સપ્ટેમ્બર 2021 છે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનમાં પસંદ કરેલ ઉમેદવારો માટે પોસ્ટ અનુસાર તેમનો પગાર પણ અલગ છે. પગાર અંગે જણાવી દઈએ કે, કેટરિંગ આસિસ્ટન્ટની પોસ્ટ માટે પગાર 18,000 થી 56,900 રૂપિયા પ્રતિ મહિના હશે જ્યારે અન્ય તમામ પોસ્ટ્સ માટે પગાર 19,000 થી 63,200 રૂપિયા પ્રતિ મહિનાની રેન્જમાં હશે. આ ઉપરાંત, રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન મારફતે અરજી કરી શકે છે. અરજી, પસંદગી અને ભરતી સંબંધિત અન્ય તમામ માહિતી સૂચનામાં ઉપલબ્ધ છે.

ભરતીની વિગતો
કેટરિંગ એટેન્ડન્ટ: 01 પોસ્ટ
હેવી વ્હીકલ ડ્રાઈવર: 02 પોસ્ટ્સ

સોઈયા: 01 પોસ્ટ
ફાયરમેન: 02 પોસ્ટ્સ
વ્હીકલ ડ્રાઇવર: 02 પોસ્ટ્સ

આ માટે અરજી કરવાનું ફોર્મ 24 ઓગસ્ટથી બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 8 જગ્યાઓ ભરવાની છે. 10 પાસ ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. પોસ્ટ મુજબ મહત્તમ વય મર્યાદા 25 વર્ષ અને 35 વર્ષ છે.

જણાવી દઈએ કે, વ્હીકલ ડ્રાઇવરમાં SC અને EWSમાં 2 પોસ્ટ્સ ખાલી છે. જેનાં માટે 3 વર્ષનો અને ભારે વાહનો ચલાવવાનો અનુભવ હોવો જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "10 પાસ માટે ‘ISRO’ માં નોકરીની સુવર્ણ તક, 50 હજારથી મળશે પગાર- જલ્દી અહિયાં કરો આવેદન"

Leave a comment

Your email address will not be published.


*