પોસ્ટ વિભાગમાં નોકરીની સુવર્ણ તક, જલ્દી અહિયાં કરો આવેદન

Published on: 4:22 pm, Tue, 13 October 20

પોસ્ટ વિભાગ દ્વારા નોકરી શોધતાં યુવાનો માટે સરકારી નોકરીની ભરતી કાઢવામાં આવી છે. ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા મહારાષ્ટ્ર રાજ્ય પોસ્ટલ સર્કલમાં 1371 પદો માટેની ભરતીનાં આવેદન મંગાવવામાં આવ્યા છે. યોગ્ય તેમજ સરકારી નોકરી કરવા ઈચ્છતા યુવાનો ઓનલાઈન અરજી કરી શકે છે.

ઉમેદવાર આ પદો માટે 10 નવેમ્બર સુધીમાં અરજી કરી શકે છે. અમે તમને જણાવી દઈએ કે, ભરતી માટેનાં ફોર્મ ભરવાની છેલ્લી તા.3 નવેમ્બર, 2020 નિયત કરેલ હતી પણ તેને 10 નવેમ્બર સુધી વધારવામાં આવી છે. પોસ્ટમેન કે મેલ ગાર્ડનાં પદ માટે ઉમેદવાર પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી 12મું ધોરણ પાસ હોવું જોઈએ. ઉપરાંત ઉમેદવારને સ્થાનિક ભાષા એટલે કે મરાઠી આવડવી જોઈએ તેમજ તેને મરાઠી ભાષા વિશેની તમામ જાણકારી હોવી જોઈએ. મલ્ટી ટાસ્કીંગ સ્ટાફનાં પદ પર અરજી કરતા પહેલા તપાસી લેવું કે, તમારી પાસે બોર્ડનું 10મુ ધોરણ પાસનું સર્ટિફિકેટ તેમજ મરાઠી ભાષા બોલતા તેમજ મરાઠી ભાષા વાંચતા આવડવી જોઈએ. આ પદની ભરતી કોમ્પ્યુટરનાં આધારિત ટેસ્ટને આધારે કરવામાં આવશે.

સેલરીની વાત કરીએ તો પોસ્ટમેન તેમજ મેલગાર્ડનાં પદ માટે અરજી કરનારા ઉમેદવારોને વેતન પે-મેટ્રિક્સ લેવલ 3ને આધારે થશે. જે રૂ. 21,700 માંડીને રૂ. 69,100માં હશે. મલ્ટી ટાસ્કીંગ સ્ટાફનાં પદ માટે પસંદ કરવામાં આવેલાં ઉમેદવારોનું સેલેરી પણ પે-મેટ્રિક્સ લેવલ 1 મુજબ રૂ. 18,000થી માંડીને રૂ. 56,900 દર મહિનાનાં મળશે. પોસ્ટમેન માટે કુલ 1029 પદો ઉપર, મલ્ટી ટાસ્કીંગ માટે 327 પદો તેમજ મેલ ગાર્ડ માટેનાં 15 પદોની ભરતી કરશે. પોસ્ટમેન, મેલગાર્ડ તેમજ મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની ભરતી માટે અરજી કરનારા ઉમેદવારની ઉંમર 18 થી 27 વર્ષની હોવી જોઈએ. ઉમેદવારનાં ઉંમર 3 નવેમ્બર, 2020 સુધી ગણવામાં આવશે.

આ ભરતી સાથે જોડાયેલી પરીક્ષાઓ માટે UR/OBC/EWS વર્ગનાં ઉમેદવારો દ્વારા રૂ. 500 ચૂકવવા પડશે. SC/ST/PWD તેમજ મહિલા ઉમેદવારો દ્વારા ખાલી રૂ.100 ફી ચૂકવવામાં આવશે. વધુ જાણકારીઓ માટે પોસ્ટ વિભાગની ઓફિશીયલ વેબસાઈટની મુલાકાત લ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle