ઓદ્યોગિક મંદી અંગે ગડકરીએ કહ્યું : લોકોને નિરાશ થવું જોઈએ નહીં…

Regarding the industrial recession, Gadkari said: People should not be disappointed ...

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વિદર્ભ ઈન્ડસ્ટ્રીઝ એસોશિએશનના 65માં સ્થાપના દિવસના કાર્યક્રમમાં શનિવારે ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, મને ખબર છે કે આ સમય ઘણો કપરો છે, પરંતુ દુઃખી થવાની જરૂર નથી. સમય ઝડપથી જતો રહેશે. ગડકરીએ કહ્યું કે, સરકાર વિકાસ દર વધારવાના પ્રયાસોમાં લાગેલી છે અને મને લાગે છે કે આપણે ઝડપથી સૌથી ફાસ્ટ ઈકોનોમી બની જઈશું.

ક્યારેક ક્યારેક ઉદ્યોગોને મુશ્કેલી વેઠવી પડે છે.

ગડકરીએ કહ્યું કે, તાજેતરમાં જ મેં ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીના એક સમ્મેલન સાથે મુલાકાત કરી હતી. તેઓ પણ થોડા પરેશાન હતા. આ અંગે મેં તેમને કહ્યું કે, ક્યારેક ખુશી થાય છે તો ક્યારેક દુઃખ પણ થાય છે. ક્યારેક તમે સફળ થાવ છો, ક્યારેક અસફળ. જીવન એક ચક્રની જેમ છે. આ પ્રકારની અર્થવ્યવસ્થા પણ છે. ડિમાન્ડ અને સપ્લાઈ, બિઝનેસ સાઈકલમાં તમને થોડી મુશ્કેલી આવે છે. આખી દુનિયા સમસ્યા સામે લડી રહી છે. જેથી નિરાશ થવાની જરૂર નથી.

ગડકરીએ સૌથી પહેલા ઓટો સેક્ટરમાં મંદી હોવાની વાત સ્વીકારી:

આ પહેલા ગડકરીએ સોસાઈટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સની વાર્ષિક કેન્વેન્શનમાં ઓટો સેક્ટરમાં મંદી વાત કહી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે, વાહન ઉદ્યોગ હાલ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેમણે ઉદ્યોગોને સરકારની તરફથી દરેકસંભવ મદદનું આશ્વાસન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: