સેક્સ કરવાના ફાયદા જાણી તમે પણ ચોંકી જશો, હેલ્થ માટે છે ખુબ જ બેસ્ટ

જો તમે સેક્સને એવી એક્ટ માનો છો જેનાથી તમને આનંદ મળે છે તો તે થોડૂક ખોટું છે. સેક્સના ઘણા ફાયદા પણ છે. એટલું જ નહીં નિયમિત સેક્સ કરવાથી પણ તેના અઢળક ફાયદા થાય છે. આવો જોઇએ કે સેક્સ કરવાથી કયા કાય ફાયદાઓ થાય છે.

હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય હાલમાં થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે કે સેક્સના મામલામાં એક્ટિવ પુરૂષોને હાર્ટ એટેકનો ખતરો ઓછો રહે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત સેક્સ કરવાથી લોકોમાં મહિનામાં એક વખત સેક્સ કરનારમાં ખતરો ઓછો રહેલો છે.

લોહીનું પરિભ્રમણ વધે

સેક્સ દરમ્યાન હાર્ટ રેટ વદે છે અને તેનાથી શરીરના દરેક અંગોમાં બ્લડ સર્કુલેશન ઝડપથી થાય છે. તે સિવાય સેક્સ બાદ ઊંઘ પણ સારી આવે છે.

રોગ પ્રતિકારક શક્તિમાં વધારો

નિયમિત સેક્સ કરવાથી શરીરમાંથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેનાથી તમારું શરીર સામાન્ય બીમારીઓનો સામનો કરવામાં સક્ષમ હોય છે. જેમ કે શરદી અને તાવ જેવી બીમારી પણ દૂર રહે છે.

માથાનો દુખાવો થાય છે છૂ

કેટલીક વખત ઘણા લોકોને માથામાં દુખાવો થતો હોય તો તે લોકો સેક્સ કરવાથી દૂર રહે છે. પરંતુ માથામાં થતા દુખાવાથી રાહત મેળવવા માટે તે લાભદાયી છે. કારણકે જ્યારે ઓર્ગેજ્મ પહોંચે છે ત્યારે શરીરમાં ઓક્સિટોસિનનું સ્તર 5 ગણુ વધી જાય છે જે શરીરમાં અનેક પ્રકારના દુખાવાને ખતમ કરે છે.

વધતી ઉંમર

નિયમિત રીતે સેક્સ કરનારા લોકોની ઉંમર વધે છે. જેનું કારણ છે કે ઓર્ગેજ્મ પર પહોંચવા પર ડિહાઇડ્રોઇપિયાનડ્રોસ્ટીરોન હોર્મોન રિલીઝ થાય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને ટિશૂજ રિપેર થાય છે.

તણાવ રહે દૂર

શુ તમે કામ અને પારિવારિક સમસ્યાઓને લઇને તણાવમાં રહો છો એવું છે તો તેનાથી બહાર આવવા માટે સેક્સ પણ એક સારો ઉપાય છે. અભ્યાસ મુજબ બેડરૂમમાં એક્ટિવ રહેનારા લોકો કોઇપણ દબાણથી બહાર આવવા માટે સક્ષમ હોય છે.

Facebook Comments