સુરતના ભાઈ-બહેને બાંધ્યો સબંધ અને થયો બાળકીનો જન્મ, પણ કમનસીબે બાળકી…

Published on Trishul News at 6:35 PM, Sat, 8 February 2020

Last modified on February 8th, 2020 at 6:35 PM

ગુજરાતમાં નવજાત દીકરાને તરછોડી દેવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે.આ દરમિયાન સુરતમાં પણ આવો જ એક વધુ કિસ્સો સામે આવી રહ્યો છે. થોડા સમય પહેલા કડકડતી હાડ ગાળતી ઠંડી પડી રહી હતી ત્યારે માત્ર પાંચ કલાક પહેલા જન્મેલી બાળકીને નિષ્ઠુર માતા ત્યજીને ફરાર થઈ હતી. પતંગની દોરામાં લપેટાયેલી આ બાળકીને 108ની મદદથી સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. પોલીસે તપાસ પછી બાળકીના માબાપને ગોતવામાં પણ સફળતા મેળવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, ત્યજી દેવાયેલી આ બાળકી સગા ભાઈ-બહેનોના અનૈતિક સંબંધોનું પરિણામ હતું. બંને ભાઈ-બહેન સગીર વયના હતા અને પોલીસે બંનેની અટકાયત કરી છે. આ બાળકી મળી ત્યારે જ તેની તબિયત ખરાબ હતી અને હવે તેનું મૃત્યુ થયું છે.

બાળકીની કચરાપેટીમાંથી મળી ત્યારથી જ તેની તબિયત ખૂબ ગંભીર હતી. તેના શરીરનું તાપમાન ઘટી ગયું હતું અને હૃદયના ધબકારા પણ અનિયમિત હતા. મેડિકલ તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેના હૃદયમાં જ ખામી છે. તેને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડી સર્જરી પણ પ્લાન કરવામાં આવી હતી, પરંતુ સર્જરી થાય તે પહેલા જ કમનસીબ બાળકીએ દમ તોડ્યો હતો. આ બાળકીને સૌ પહેલા સ્કૂલે જતી એક છોકરીએ જોઈ હતી, અને તેણે પોતાના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. આખરે 108 બોલાવાતા બાળકીને પ્રાથમિક સારવાર આપી તેને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બીજી તરફ પોલીસે પણ બાળકીને કોણ મૂકી ગયું છે તેની તપાસ શરુ કરી હતી.

બાળક પતંગની દોરીમાં લપેટાયેલું દેખાયું

પનાસ ગામના SMC ક્વાટર્સમાં રહેતી ધારા રમેશ ગોડસે સવારે નાસ્તો લેવા દુકાન ગઈ હતી. દરમિયાન તેને રસ્તામાં એક કચરાપેટીમાં બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. જેને પગલે તેણે કચરાપેટીમાં જોતા એક બાળક પતંગની દોરીમાં લપેટાયેલું દેખાયું હતું. તેણે તેને બહાર કાઢીને પાસેની એક દુકાન પાસે બેસીને તેના ગળામાં વિંટાયેલા દોરા કાપ્યા હતા. તેમજ તેને કપડાં પહેરાવ્યા હતા.

બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર

ધારા બાળકને દુકાન પાસે લઈને બેઠી હતી ત્યારે તેની માતા આવીને તેને પૂછ્યું કોનું બાળક છે. ત્યારે તેણે જવાબ આપ્યો કે, બાળક કચરા પેટીમાંથી મળ્યું છે. જેને પગલે 108 ને કોલ કરીને બોલાવતા પોલીસને જાણ કરી હતી. 108 બાળકને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. બાળકની હાલ સારવાર ચાલી રહી છે.

સુરતના પનાસ ગામે બનેલી ચોંકાવનારી ઘટના એવી છે કે, ઉત્તરાયણના બીજા દિવસે 17 જાન્યુઆરીના રોજ 15 વર્ષની એક કિશોરીને પનાસ ગામના SMC કવાટર્સ નજીક કચરાપેટીમાં એક બાળકી મળી આવી હતી. આ બાળકી પતંગના દોરામાં લપેટાયેલી હતી. ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું કે, તાજી જન્મેલી બાળકી સગા ભાઈ-બહેનના અનૈતિક સંબંધોનું પરિણામ છે. ઉમરા વિસ્તારમાં રહેતા સગા ભાઈ-બહેન સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાળકીને જન્મ આપનાર બહેન 17 વર્ષની હતી, જ્યારે ભાઈ 15 વર્ષનો હતો. ગર્ભ રહી ગયા બાદ શુક્રવારે બહેને બાળકીને જન્મ આપ્યો હતો. ઉમરા પોલીસે હાલ ભાઈ-બહેનની અટકાયત કરી છે. બંન્નેએ પોલીસ સમક્ષ પોતાના સંબંધોને સ્વીકાર્યા છે. જોકે, ભાઈ સગીર હોવાથી યોગ્ય કલમો હેઠળ તેની ધરપકડ કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "સુરતના ભાઈ-બહેને બાંધ્યો સબંધ અને થયો બાળકીનો જન્મ, પણ કમનસીબે બાળકી…"

Leave a comment

Your email address will not be published.


*