દેશની પહેલી નવ લાખ કરોડની કંપની બની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ઇતિહાસ રચ્યો

Reliance Industry made history by becoming the country's first nine million crore company

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી નવ લાખ કરોડ રૂપિયાના કેપીટલ વાળી દેશની પહેલી કંપની બની ગઇ છે. કંપનીના શેરમાં શુક્રવારના રોજ 1.7%નો ઉછાળો આવતા વેલ્યુએશન વધીને 9.01 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયા.

ગત વર્ષે સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પાછળ છોડતા રીલાયન્સ સૌથી વધુ નફો કરતી કંપની બની ગઇ હતી. પેટ્રોલિમયથી લઇ રિટેલ અને ટેલિકોમ જેવા વિવિધ સેક્ટરમાં ફેલાયેલી રીલાયન્સ ઇન્ડસ્ટ્રીએ નાણાકીય વર્ષ 2018-19માં કુલ 6.23 લાખ કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. તો આઇઓએસીએ 31 માર્ચ 2019ના રોજ પુરા થતા નાણાકીય વર્ષમાં 6.17 લાખ કરોજ રૂપિયાનો એકીકૃત કારોબાર કર્યો છે.

રીલાયન્સ ઇન્ડસ્ટ્રી નવ લાખ કરોડ રૂપિયાના કેપીટલ વાળી દેશની પહેલી કંપની બની ગઇ છે. કંપનીના શેરમાં શુક્રવારના રોજ 1.7%નો ઉછાળો આવતા વેલ્યુએશન વધીને 9.01 લાખ  કરોડ રૂપિયા પહોંચી ગયા.

ગત વર્ષે સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પાછળ છોડતા રીલાયન્સ સૌથી વધુ નફો કરતી કંપની બની ગઇ હતી. પેટ્રોલિમયથી લઇ રિટેલ અને ટેલિકોમ જેવા વિવિધ  સેક્ટરમાં ફેલાયેલી રીલાયન્સ ઇન્ડસ્ટ્રીએ નાણાકીય વર્ષ 2018-19માં કુલ 6.23 લાખ કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. તો આઇઓએસીએ 31 માર્ચ 2019ના રોજ પુરા થતા નાણાકીય  વર્ષમાં 6.17 લાખ કરોજ રૂપિયાનો એકીકૃત કારોબાર કર્યો છે. જ્યારે આરઆઇએલ આઇઓસીથી બે ગણો નફો કમાઇ દેશની સૌથી મોટી નફો કમાતી કંપની પણ છે.

રીલાયન્સના શેરમાં આવેલી તેજીને પગલે કંપનીના માર્કેટ કેપમાં મોટો ઊછાળો આવ્યો છે. હવે એકલી રીલાયન્સની માર્કેટ કેપ 6 સરકારી કંપનીઓને બરાબર થઇ ગઇ છે.  એસબીઆઇની માર્કેટ કેપ 2.4 લાખ કરોડ છે. ઓએનજીસીની 1.8 લાખ કરોડ, આઇઓસીની 1.4 લાખ કરોડ, એનટીપીસીની 1.2 લાખ કરોડ, પાવર ગ્રીડની 1 લાખ કરોડ અને  બીપીસીએલની 1.1 લાખ કરોડ છે. આ તમામ સરકારી કંપનીઓની માર્કેટ કેપ મળીને પણ રીલાયન્સ ઇન્ડસ્ટ્રી કરતા ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: