રિલાયન્સ જિયાનો ધમાકેદાર પ્લાન, બે રૂપિયા વધુ ખર્ચીને મેળવો ડબલ ડેટા સહિતની સુવિધાઓ-જાણો ફટાફટ

Published on Trishul News at 12:03 PM, Thu, 8 July 2021

Last modified on July 8th, 2021 at 12:03 PM

હાલમાં ટેલિકોમ કંપનીઓ વધુ ને વધુ ગ્રાહકોને આકર્ષવા માટે નવા નવા પ્લાન લાવતી રહે છે. જેમાં જીઓ પણ પાછળ નથી. જિયોએ પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઘાંસુ પ્લાન લોન્ચ કર્યો છે. માત્ર બે રૂપિયા વધુ ખર્ચીને તમે મેળવી શકો છો વધુ ડેટા સહિતની જોરદાર ઓફરો.

ટેલિકોમ કંપનીઓ ગ્રાહકો માટે સતત નવા નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરતી હોય છે. નંબર વન ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પાસે પણ જોરદાર પ્લાન છે. આ સિવાય જિયો માં એવા પ્લાન છે જેમાં ડેટાની કોઈ લિમિટ નથી. રિલાયન્સ જિયો પાસે 597 અને 599 રૂપિયાના બે પ્લાન છે.

આ બંને વચ્ચે આમ તો માત્ર બે રૂપિયાનું અંતર છે પણ સુવિધાઓની વાત કરીએ તો બંનેમાં ઘણું અંતર છે. ચાલો જાણીએ તમે માત્ર બે રૂપિયા વધુ ખર્ચીને ડબલ ડેટા મેળવી શકો છો.જિયો ના 597 રૂપિયા વાળા ગામમાં 90 દિવસ ની વેલિડીટી મળે છે.જિયોના આ પ્લાનમાં યુઝર્સ ને 75GB ડેટા મળે છે. આ પ્લાનમાં ડેટા ડેઇલી લિમિટ વિના આવે છે. એટલે કે તમે એક દિવસમાં 75 જીબી ડેટા પણ વાપરી શકો છો.પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. પ્લાન્ટમાં દરરોજ 100 એસએમએસ મોકલવાની સુવિધા મળે છે સાથે જિયો એપ્સ નું ફ્રી સબ્સક્રીપશન મળે છે.

આવી જ રીતે jio કંપનીએ 599 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે તેની વેલીડીટી 84 દિવસની છે. આ પ્લાનમાં પણ 2 GB ડેટા દરરોજ મળે છે. જેમાં ગ્રાહકોને 168 GB હાઈ સ્પીડ ડેટા મળે છે. જેવી ડેટા લિમિટ ખતમ થઇ જાય છે તો તેની સ્પીડ ઘટી ને 64 kbps રહી જાય છે. સાથે દરરોજ 100 એસ.એમ.એસ પણ મળે છે. આ પ્લાનમાં કોઈ ચાર્જ આપ્યા વગર એક વર્ષ માટે ડિઝની+ હોટસ્ટાર સબક્રિપશન ફ્રી માં મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "રિલાયન્સ જિયાનો ધમાકેદાર પ્લાન, બે રૂપિયા વધુ ખર્ચીને મેળવો ડબલ ડેટા સહિતની સુવિધાઓ-જાણો ફટાફટ"

Leave a comment

Your email address will not be published.


*