સુરતના લુખ્ખા તત્વોને નથી રહ્યો કોઈનો ડર? પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેવાસીઓ પર કર્યો તીક્ષ્ણ હથિયારથી હુમલો- જુઓ CCTV વિડીયો

સુરત(Surat): શહેરમાં હુમલાના બનાવો(Incident attacks)માં દિવસેને દિવસે સતત વધારે થઈ રહ્યો છે. સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશન(Godadra Police Station) વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા હુમલાઓ થતા સમગ્ર…

સુરત(Surat): શહેરમાં હુમલાના બનાવો(Incident attacks)માં દિવસેને દિવસે સતત વધારે થઈ રહ્યો છે. સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશન(Godadra Police Station) વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા હુમલાઓ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. આ સમગ્ર ઘટનાને જોતા તો એવું લાગી રહ્યું છે કે લુખ્ખા તત્વોને ખાખીનો ડર જ ન રહ્યો હોય. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં હુમલાઓ, હત્યા અને ગુનાખોરોના બનાવો દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. સુરત શહેરમાં દુષ્કર્મ, હુમલો કે પછી હત્યાના બનાવો સતત વધી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં શુભમ બીડી, મેહુલ કાન, અજીત ખિચડી, પપ્પુ અને અન્ય અસામાજિક તત્વો અને લુખ્ખાઓ સ્થાનિક રહેવાસીઓ પર ધારદાર હથિયારો વડે હુમલો કરી રહ્યા છે. જાણે કે, આ સ્થાનિક લુખ્ખાઓને પોલીસ તથા કાયદાનો કોઇ પણ જાતનો ભય નથી અને તેઓ પોતાનું વર્ચસ્વ દિનપ્રતિદિન વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવું આ પ્રકારની લુખ્ખાગીરીને જોતા લાગી રહ્યું છે. જે અંગે ગોડાદરા પોલીસ સ્ટેશનનું નબળું કોમ્બિંગ નાઇટ રાઉન્ડ વિશે ખુલાસો પાડે છે.

સુરતના છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા (law and order situation)ની સ્થિતિ દિવસને દિવસે બગડી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસની નિષ્ક્રિયતાના પગલે સુરતમાં મોટા પ્રમાણમાં ચોરી, લૂંટ, હુમલા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે જે સુરતની ગરીમાને કલંક લગાડી રહી છે. અસામાજિક તત્વો દ્વારા હુમલા થતા સમગ્ર વિસ્તાર સહીત શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

ત્યારે સવાલ ઊઠી રહ્યા છે કે, પોલીસ સ્ટેશનની નજીકના વિસ્તારમાં આ પ્રકારના તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવતા હોય તો શું પોલીસ આંખ આડા કાન કરીને બેસી રહી છે. શું પોલીસ મુક પ્રેક્ષક બનીને કોઈ મોટી ઘટના અંજામ આપવામાં આવે તેની રાહ જોઈ રહી છે? લુખ્ખા તત્વો સ્થાનિક રહેવાસીઓ પર ધારદાર હથિયારો વડે હુમલો કરીને પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *