ગોળી મારી હત્યાનો LIVE વિડીયો- ટયુશનથી ઘરે પરત ફરતી યુવતીને અજાણ્યા યુવકે પાછળથી ધરબી દીધી ગોળી

બિહાર (Bihar)માં ગુનેગારો નિર્ભય બની ગયા છે. ત્યારે હાલમાં જ સમાચાર મળી આવ્યા છે કે, રાજધાની પટના (Patna)માં એક વિદ્યાર્થીને અજાણ્યા ગુનેગારે ગોળી મારી દીધી…

બિહાર (Bihar)માં ગુનેગારો નિર્ભય બની ગયા છે. ત્યારે હાલમાં જ સમાચાર મળી આવ્યા છે કે, રાજધાની પટના (Patna)માં એક વિદ્યાર્થીને અજાણ્યા ગુનેગારે ગોળી મારી દીધી છે. આ ઘટના બુધવારે સવારે બની હતી. જ્યારે કાજલ નામની વિદ્યાર્થીની બેઉર પોલીસ સ્ટેશન વિસ્તારના સિપારા વિસ્તારમાં તેના કોચિંગ (Coaching)માંથી અભ્યાસ કરીને ઘરે જઈ રહી હતી, આ દરમિયાન એક અપરાધીએ છોકરીને પાછળથી ગોળી મારી દીધી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

મળતી માહિતી અનુસાર, પટનાના સિપારા વિસ્તારમાં એક યુવકે એક 16 વર્ષીય ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીનીને ધોળા દિવસે ગોળી મારી દીધી. તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં એક છોકરો હાથમાં બેગ લઈને આવતો દેખાય છે. તે પછી તે શેરીના ખૂણા પર અટકી જાય છે. જ્યારે છોકરી તેની પાછળથી આવે છે, ત્યારે છોકરો તેને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે છોકરીને રોકી શકતો નથી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જેમાં આરોપી બેગમાંથી હથિયાર કાઢે છે અને યુવતીના પાછળના ભાગેથી માથા તરફ ગોળીબાર કરીને ભાગી જાય છે. જેને પગલે છોકરી બેહોશ થઈ જાય છે અને રસ્તામાં પડી જાય છે. ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ બાળકીને ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં હાલ તેની હાલત નાજુક છે.

હાલ તો પોલીસ ગોળી મારનાર ગુનેગારને પણ પકડી શકી નથી. CCTVમાં આરોપી સ્પષ્ટ દેખાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની વિલંબ સામે સગાસંબંધીઓએ નારાજગી વ્યક્ત કરી આરોપીઓની ધરપકડની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *