હવે અમીર લોકો પર લાગશે વધુ ટેક્સ, અને વધશે પેટ્રોલ અને ડીઝલના ભાવ. જાણો વધુ

પેટ્રોલ અને ડીઝલ ઉપર લગાવવામાં આવેલા સેન્સ ઉપર ઘટાડો પરંતુ એક રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી. આયાત કરવામાં આવતા પુસ્તકો મોંઘા થશે.આમ જનતા એ ઘણા…

પેટ્રોલ અને ડીઝલ ઉપર લગાવવામાં આવેલા સેન્સ ઉપર ઘટાડો પરંતુ એક રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી. આયાત કરવામાં આવતા પુસ્તકો મોંઘા થશે.આમ જનતા એ ઘણા પ્રસ્તાવો અમારી સામે મૂક્યા છે જેને ધ્યાનમાં લઇને અમે આ બજેટ તૈયાર કર્યું છે.

અમે ઈચ્છીએ છીએ કે નિમ્ન સ્તરના પરિવારોને ફાયદો થાય અને તેઓની આવકમાં વધારો થાય અને તેઓ દેશના આર્થિક વિકાસમાં વધુ યોગદાન કરે. બે કરોડથી પાંચ કરોડ વાર્ષિક આવક વાળા ને ત્રણ ટકા અને પાંચ કરોડથી વધુની વાર્ષિક આવક વાળા ને સાત ટકા વધારે ટેક્સ આપવો પડશે. પહેલા અપ્રત્યક્ષ ટેક્સની સંખ્યા વધારે હતી જેને હવે એક જ ટેક્સમાં છોડી દેવામાં આવ્યા છે જીએસટી આવ્યા બાદ તેમાં પરિવર્તન આવ્યું છે.

ડિજિટલ પેમેન્ટ બધું થાય તેના માટે સરકારના પ્રયત્નો રહ્યા છે. જો એક કરોડથી વધુ રોકડ બેંક થી લો છો બે ટકા ટેક્સ કપાશે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે લોકો ઓનલાઇન પેમેન્ટ તરફ જઈ શકે. જો તમે ડિજિટલ પેમેન્ટ કરો છો તો તમને કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં લાગે.

સ્ટાર્ટ અપ માટે આપવામાં આવેલા ફંડમાં કોઈ પણ પ્રકારની તપાસ નહીં થાય. જો કોઈપણ પ્રકારની તપાસ થઈ અધિકારીને વરિષ્ઠ અધિકારી ની અનુમતિ લેવી પડશે. લોન દેવા ઉપર 1.5 લાખની છૂટ મળશે. બધા માટે ઘર હોય તે દિશામાં કામ કરવા માટે હવે સાડા ત્રણ લાખનો ફાયદો થશે. સસ્તા ઘર ખરીદવા વાળાઓને ટેક્સમાંથી છૂટની મળશે. ભારતમાં વેપાર સુગમતા ને લઈને સુધારો કરવામાં આવ્યો છે પહેલા આપણે 172 માં સ્થાન ઉપર હતા અને હવે ૧૨૧ માં સ્થાન ઉપર છીએ.ભારતમાં ૧૨૦ કરોડથી લોકો વધુ લોકો પાસે આધાર કાર્ડ છે. જે લોકો પાસે પાન કાર્ડ નથી તેઓ હવે આધાર કાર્ડ થી ઇન્કમ ટેક્સ ભરી શકે છે.

કેટલાક વર્ષોમાં પ્રત્યક્ષ કર વધ્યો છે. લાખ કરોડ હતો જે વધીને 11.37 લાખ કરોડ થયો છે. ઇન્કમટેક્સના સરળીકરણ ની વાત કરવા નિર્મલા સીતારમણે કહ્યું. જેનું વાર્ષિક ટર્નઓવર ૨૫૦ કરોડ છે તેને વધારીને ૪૦૦ કરોડ કરશે. પહેલા 25% અંતરમાં હતું ફક્ત ૨૫૦ કરોડ વાળી કંપની હતી જેને હવે ૪૦૦ કરોડ ને પાર કરી દીધા છે. ઇન્કમટેક્સ અને લઈને તેમને રાહત આપવામાં આવશે જે ઉર્જા અને ટેકનિકલ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. ઈલેક્ટ્રીક વાહનના ક્ષેત્રમાં ભારત પુરી દુનિયામાં હબ બનવા માંગે છે. તેવી કંપનીઓને ટેક્સમાં છૂટ મળશે જે આ દિશામાં કામ કરી રહી છે.

ઇન્કમટેક્સ દાતાઓ નો આભાર માનતા નિર્ણય કહ્યું કે જવાબદાર નાગરિક પોતાનું કર્તવ્ય નિભાવે છે. સરકાર તેનાથી પોતાની યોજનાઓ ચલાવી શકે છે. તમિલ માં નિર્મલા એ એક વાર્તા કહી જેમાં તેમણે કહ્યું કે હાથીને પેટ ભરવા માટે થોડુંક અનાજ પૂરતું છે પરંતુ જો તે ખેતરમાં જાય છે તો તે ખાસી ઓછું અને નુકસાન વધુ કરશે. સરકાર હાથીની જેમ નુકસાન નથી પહોંચાડતી.

નિર્મલા સીતારમણે કહ્યું કે એક લાખ પાંચ હજાર કરોડના ઇન્વેસ્ટમેન્ટ નું લક્ષ્ય સરકારે રાખ્યું છે. સરકારી કંપનીઓ વેચવામાં આવશે. એક રૂપિયા, બે રૂપિયા, પાંચ રૂપિયા ,10 રૂપિયા અને 20 રૂપિયા ના સિક્કા ની ઓળખ સહેલાઇથી થઇ શકે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. ટૂંક સમયમાં આ સિક્કાઓ બજારમાં આવશે.પહેલા પચાસ વર્ષ પોતાના અધિકારની વાતો કરતા રહ્યા અને હવે અમને કામ કરવાની વાતો કરે છે. હવે પોતાના ફરજની વાત કરે છે તો અધિકાર આપમેળે મળી જશે. આપણે દેશની સેવા માટે પોતાની જાતને અર્પણ કરવી જોઈએ.

નિર્મલા સીતારમન એ કહ્યું કે એન.આર.આઈ લોકોને પણ આધાર કાર્ડ આપવામાં આવશે. પ્રવાસીઓને સ્વદેશ પાછા આવ્યાના બાદ કાલવા આધાર કાર્ડ આપવામાં આવશે. અત્યાર સુધી 180 દિવસની રાહ જોવી પડતી હતી. આફ્રિકાના ચાર દેશમાં ખોલવામાં આવશે ભારતીય દૂતાવાસ. તેઓએ કહ્યું કે બેન્કિંગ માં સારી રીતે સારા પરિણામ આવશે. ચાર વર્ષમાં ચાર લાખ કરોડની વસૂલી થઈ છે. Npa એક લાખ કરોડ ઓછો થયો છે. દેશમાં 8 સરકારી બેન્ક બચ્યા છે. ૭૦ હજાર કરોડ સરકારી બેંકને સરકાર આપશે. સાર્વજનિક ક્ષેત્ર ના બેંકોને વ્યાજ સંબંધી જરૂરિયાત માટે ૭૦ હજાર કરોડ રૂપિયા વધારે આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *