રિચા ચઢ્ઢાએ કાસ્ટિંગ કાઉચને લઈ કર્યો ખુલાસો, કહ્યું- તે વ્યક્તિ મને ટચ કરતો અને…

Richa Chadha revealed about the casting couch, saying - the guy touched me and…

ગયા વર્ષે Metooના અભિયાન દ્વારા ઘણી મહિલાઓની સાથે થયેલા શોષણની દુનિયાના સામે આવ્યો હતો. તે દરમિયાન બોલિવૂડની ઘણી એક્ટ્રેસે પોતાની આપબીતી લોકો સમક્ષ કહી હતી. તેના લીધે ઘણી મશહૂર હસ્તિયોને કામ મળવાનું બંધ થઈ ગયું હતું.

થોડા દિવસ પહેલાં ઝરીન ખાન અને અલી અબરામના કાસ્ટિંગ કાઉચ પર ખુલાસો થયો હતો અને બધાને સ્તબ્ધ કરી દીધા હતા. હવે એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ પણ તેની સાથે થયેલી એક ઘટનાને શેર કરી છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચને લઈ ખુલાસો કર્યો છે. રિચાએ જણાવ્યું કે ઘણી વાર મને લોકોના ઈશારા સમજી નહોતી શકતી. હું ઘણી યંગ હતી અને તે સમયે મારી સમજ પણ થોડી ઓછી હતી.

એક દિવસે એક વ્યક્તિ મારી પાસે આવ્યો અને કહ્યું આપણે બંનેએ સાથે ડીનર કરવું જોઈએ. તેને એ સમયે મતલબ ન સમજાયો, ત્યારે મેં સામે જવાબ આપ્યો કે હું પહેલાં જ ડીનર કરી ચૂકી છું. પરંતુ તેના પછી પણ એ વ્યક્તિએ ટચ કરતાં કહ્યું અને ડીનર કરવું જોઈએ, ત્યારે હું સમજી કે તે શું કહેવા માગે છે. તેણે આગળ વાત કરતાં કહ્યું, આ માત્ર એક વાર નથી થયું, જ્યારે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસ તરીકે ઓળખાવા લાગી ત્યારે પણ ઘણી વાર મારી સાથે બન્યું હતું..

અંતે મેં આ વાતથી છુટકારો મેળવી લીધો. અને તે પ્રોજેક્ટ મેં ગુમાવી દીધો, પણ તે મારા માટે કંઈ મહત્ત્વનો નહોતો. રિચાએ પણ ખુલાસો કર્યો કે એક વાર તેને રિતિકની મા બનવાનો રોલ ઓફર થયો હતો. તેનાથી તે ઘણી નારાજ થઈ હતી, સાથે જ કાસ્ટિંગ ડાયરેક્ટરને બીજી વાર કોઈ વાતનો જવાબ ન આપ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: