ઋષિ સુનક અને PM મોદીની પ્રથમ મુલાકાત, ઇન્ડિયાને આપી આ મોટી ભેટ- કહ્યું, હવેથી UKના વિઝા…

PM નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ઇન્ડોનેશિયા(Indonesia)ના બાલી(Bali)માં આયોજિત G-20 સમિટ(G-20 Summit)માં બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનક(Rishi Sunak) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન…

PM નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ઇન્ડોનેશિયા(Indonesia)ના બાલી(Bali)માં આયોજિત G-20 સમિટ(G-20 Summit)માં બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનક(Rishi Sunak) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પીએમ મોદીને મળ્યા બાદ જ યુકે સરકારે ભારત માટે દર વર્ષે 3000 વિઝા આપવાની મોટી જાહેરાત કરી છે. આ વિઝા એવા યુવાનો માટે છે જેઓ બ્રિટન જઈને પોતાનું કરિયર વધારી શકે છે.

બ્રિટિશ સરકારે આ વિશે જણાવ્યું કે, ભારત પહેલો દેશ છે જેને આ યોજનાનો લાભ મળવા જઈ રહ્યો છે. યુકે સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ દર વર્ષે 18 થી 30 વર્ષની વય જૂથના 3000 પ્રશિક્ષિત ભારતીય યુવાનો બે વર્ષ સુધી બ્રિટનમાં રહી શકે છે અને કામ કરી શકે છે.

યુકે સરકારે કહ્યું કે આ યોજનાની શરૂઆત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં બંને દેશોની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે બ્રિટનની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે.

G-20 સમિટમાં PM મોદી અને ઋષિ સુનકની પહેલી મુલાકાત
બ્રિટનમાં જ્યારે ઋષિ સુનકે વડા પ્રધાનની ખુરશી પર કબજો જમાવ્યો, ત્યારથી ભારતમાં પણ ખુશી વ્યક્ત થવા લાગી. ઋષિ સુનક બ્રિટનમાં ભારતીય મૂળના પ્રથમ નેતા છે, જેઓ બ્રિટિશ સરકારના વડા બન્યા છે. આવી સ્થિતિમાં, જ્યારે G-20 સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઋષિ સુનક મળ્યા હતા, ત્યારે સમગ્ર વિશ્વની નજર તેમના પર કેન્દ્રિત હતી.

બ્રિટનના પીએમ બન્યા બાદ ઋષિ સુનકની પીએમ મોદી સાથે આ પહેલી મુલાકાત હતી. જ્યારે ઋષિ સુનકે તેમની પાર્ટી ટોરીના નેતૃત્વની ચૂંટણી જીતી ત્યારે વડાપ્રધાન મોદીએ પણ તેમને સમગ્ર ભારતમાંથી ફોન પર અભિનંદન સંદેશ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *