મોટો લોચો: ગાંધીનગરના મેયરની અજ્ઞાનતાએ રોડનું નામ પ્રધાનમંત્રી મોદીના માતા હીરા બા નહિ થઇ શકે

Published on Trishul News at 6:14 PM, Thu, 16 June 2022

Last modified on June 16th, 2022 at 6:14 PM

હાલ ગાંધીનગર (Gandhinagar)માં હીરા બા માર્ગ (Hira Ba Marg)ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. PM મોદીની માતા હીરાબા હવે 100માં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, ત્યારે ગાંધીનગરના મેયર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, રાયસણ વિસ્તારના 80 મીટરના રસ્તાનું નામકરણ કરી પૂજ્ય હીરાબા રાખવામાં આવશે. પરંતુ આ અંગે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે કે, રોડના નામકરણને લઈ હજી સુધી કોઈ પોલિસી બની નથી. પોલિસી બનશે તો મહાનગરપાલિકા હીરાબા માર્ગ કરવા તૈયાર છે.

જાણવા મળ્યું છે કે, ગાંધીનગરના મેયર પીએમ મોદી ના માતાનું નામ આપી વ્હાલા થવા માંગતા હતા, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પોલીસી બનાવવામાં આવી નથી. મેયરની ગેરસમજના કારણે જ આ સમગ્ર મામલો ગરમાયો હોવાનું કહેવામાં આવે છે. મેયર દ્વારા કોઈને પણ કહ્યા વગર જાહેરાત કરી દેવામાં આવી હતી કે, આ રોડનું નામ પૂજનીય માતા હીરાબાના નામ પરથી રાખવામાં આવશે. પરંતુ અધિકારીઓનું કહેવું છે કે, આ પ્રકારની કોઈ જ પોલીસી છે નહિ, જો કોઈ પોલીસી બનશે તો મોદીના માતાના નામ પરથી રોડનું નામકરણ થશે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 18મી જૂને હીરાબાના જન્મદિવસને લઈ કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી. રોડના નામકરણ અંગે અધિકારીઓનું કહેવું છે કે, મેયર દ્વારા આ પગલું ઉતાવળે ભરાયું હોય તેવું લાગી રહ્યું છે. તેમજ આ અંગે અનેક સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મેયરે મોદીને વ્હાલા થવા આ નિર્ણય કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "મોટો લોચો: ગાંધીનગરના મેયરની અજ્ઞાનતાએ રોડનું નામ પ્રધાનમંત્રી મોદીના માતા હીરા બા નહિ થઇ શકે"

Leave a comment

Your email address will not be published.


*