રીક્ષામાં બેસતા પહેલા ચેતજો! પેસેન્જર બનીને લુંટ આચરી રહ્યા છે લુટારુઓ- જુઓ કેવી રીતે આપે છે અંજામ

Robbers are committing robbery as passengers, Navsari: ATM કે BANK માંથી પૈસા ઉપાડીને બહાર નીકળો તો ચેતી જોજો! હાલમાં એક એવી ટોળકી સક્રિય થઈ હતી,…

Robbers are committing robbery as passengers, Navsari: ATM કે BANK માંથી પૈસા ઉપાડીને બહાર નીકળો તો ચેતી જોજો! હાલમાં એક એવી ટોળકી સક્રિય થઈ હતી, જે આવા લોકોને રિક્ષામાં બેસાડીને તેમની સાથે લૂંટ આચરવામાં આવે છે. આ રિક્ષામાં પહેલેથી જ 2 થી વધારે લૂંટારુઓ પેસેન્જર-ડ્રાઈવર બનીને બેઠા હોય છે. ડ્રાઇવર પણ તેનો જ ભાગીદાર હોય છે. જ્યારે આ વ્યક્તિ સામાન્ય પરિસ્થિતિ સમજીને રિક્ષામાં બેસે છે ત્યારે આ લૂંટારુઓ ડરાવી ધમકાવીને પેસેન્જરને લૂંટી લે છે.

નવસારી માંથી આવી છે ઘટના પ્રકાશમાં આવતા પોલીસ તંત્ર સક્રિય થયું છે. જિલ્લામાં કેટલાક ઈસમો પેસેન્જર બનીને બેંક અથવા એટીએમ માંથી બહાર આવતા લોકોને ટાર્ગેટ કરી, રિક્ષામાં બેસાડીને પેસેન્જરની નજર ચૂકવી રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતા હતા. છેલ્લા ઘણા સમયથી અવારનવાર આવા બનાવો બનતા પોલીસ તંત્ર કામે લાગ્યું છે. આવી ઘટનાઓ અટકાવવા સાથે જ આ આરોપીને ઝડપી પાડવા નવસારી પોલીસ ઇન્સ્પેક્ટર ડી ડી લાડુમોરે પોલીસને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્કોર્ડના માણસોએ ખાનગી બાતમીદારોને માહિતી માટે સૂચન આપ્યું હતું. જેની બાતમી માટે હેડ કોન્સ્ટેબલ લાલુ સિંહએ અલગ અલગ બેન્ક અને એટીએમ બહાર લાગેલા સીસીટીવી તપસ્યા હતા, સાથે જ વોચ ગોઠવી દીધી હતી. તે દરમિયાન બાતમી મળતા, સર્વેલન્સ સ્કોડના માણસો મોજે.કાલિયાવાડી મામલતદાર કચેરી પાસે એક રિક્ષા સાથે ચાર લોકોને ઝડપી પાડ્યા હતા.

પૂછતાછમાં શું આવ્યું સામે…

પોલીસે ચારેય આરોપીઓની કડકપણે પૂછતાછ કરી તો સમગ્ર ઘટના સામે આવી હતી. GJ 5 CT 8867 નંબરની રીક્ષા સાથે અઝહરઅલી સૈયદ, સફી ઉર્ફે કેરોસીન હમીદ શેખ, રહેમુદ્દીન શેખ અને અલાઉદ્દીન સિકંદર શેખને ઝડપી પાડયા હતા. આ તમામ આરોપીઓ સુરતના રહેવાસી છે.

ક્યારે આચરી આ ઘટના?

પૂછતાછમાં આરોપીઓએ જણાવતા કહ્યું કે, ગત એક જૂનના રોજ નવસારીમાં એક અજાણ્યા ઈસમને રિક્ષાની વચ્ચેની સીટ પર બેસાડ્યો હતો. ત્યારે પારસી હોસ્પિટલ તરફ જતી વખતે, આરોપીઓએ સીટ ઉપર બેસવાનું ફાવતું નથી… આગળ પોલીસ છે, પકડશે તેવી વાતો કરીને પેસેન્જરની નજર ચૂકવી શર્ટના ખિસ્સામાં રહેલા 20,000 રોકડા કાઢીને ફરાર થઈ ગયા હતા. ચોરીની કબુલાત બાદ રીક્ષા ચાલક સહિત ત્રણેય ઇસમોને ઝડપી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રીક્ષા, બે લાખ રૂપિયા, ત્રણ ફોન મળીને કુલ 2.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *