લગ્ન ન થતા હોય તો કુંવારા રહેજો, પણ આવી ભૂલ ક્યારેય ના કરતા

લગ્ન બાબતે ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં ગુજરાતના પોરબંદરના છાયા નવાપરામાં સ્વસ્તિક પાર્કમાં રહેતા અને ફળની લારી ચલાવતા નીલેશ ગોપાલદાસ રૈયારેલા (ઉંમર વર્ષ…

લગ્ન બાબતે ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં ગુજરાતના પોરબંદરના છાયા નવાપરામાં સ્વસ્તિક પાર્કમાં રહેતા અને ફળની લારી ચલાવતા નીલેશ ગોપાલદાસ રૈયારેલા (ઉંમર વર્ષ 42)એ ત્યાના સ્થાનિક પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી હતી. નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર નીલેશ ગોપાલદાસ રૈયારેલાની ઉંમર થઇ ગઈ હોવાથી જ્ઞાતિમાં લગ્ન નહોતા થતા. એટલે માળિયાહાટીના ગામે રહેતા અશરફ્ભાઈ નામનો એક વ્યક્તિ લગ્ન કરાવી આપતો હોવાથી તેનો સંપર્ક કર્યો હતો.

એટલે અશરફ્ભાઈએ તેને લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી. પરંતુ દોઢ લાખ રૂપિયા યુવતીના માવતરને આપવા પડશે તેવી શરત રાખી હતી. આથી નીલેશે તે શરત મંજુર રાખતા અશરફ્ભાઈએ વિરમગામ રહેતા ડાયાભાઇ સાથે મોબાઈલમાં વાત કરી હતી. ત્યાર બાદ હિમતનગર રહેતા અશોક વિસાભાઇ દરજી નામના શખ્શનો ફોન આવ્યો હતો અને નીલેશના ફોટા મંગાવી તેને એક યુવતીના ફોટા મોકલ્યા હતા અને બાદમાં યુવતીને નીલેશ પસંદ છે તેવું જણાવતા નીલેશ તેના માસી, અશરફ્ભાઈ, બાબુભાઈ વગેરે ગત ૩-૩ ના રોજ હિમતનગર રહેતી અલકા ચેતનભાઈ બારોટના ઘરે ગયા હતા.

ત્યાં નીલેશને જે યુવતી પસંદ આવી હતી તે તનુ(યુવતીનું નામ) દિનેશભાઈ પટેલ પણ હાજર જ હતી. જ્યાં બન્ને એક બીજાને પસંદ આવતા તારીખ ૪-૩ના રોજ તેઓએ નોટરી હસ્તક લગ્ન નો કરાર કર્યો હતી અને ત્યારે નીલેશે અશોક દરજીને દોઢ લાખ તથા અશરફ્ને આઠ હજાર લગ્ન પેટે ચૂકવ્યા હતા.

લગ્નના ચાર દિવસ બાદ પોતાના કાકા ગુજરી ગયા હોવાનું જણાવી અને તનુ હિમતનગર ચાલી ગઈ હતી. તે જ દરમિયાન વેરાવળ રહેતા માસીના પુત્ર સંદીપે તેને એવું જણાવ્યું હતું કે તેના લગ્નની વાતચીત ચાલે છે અને તેના માટે યુવતીના માવતર ને દોઢ લાખ રૂપિયા આપવાના છે. જે સાંભળીને નીલેશને શંકા જતા સંદીપને તે યુવતીનો ફોટો મોકલવાનું જણાવતા સંદીપે તનુ પટેલનો ફેટો મોકલ્યો હતો. જે જોઈને નીલેશ ચોંકી ઉઠયો હતો. ત્યારબાદ નિલેશને જાણ થઇ કે તનુ લોકો સાથે ખોટા લગ્ન કરી લાખો રૂપિયા પડાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *