સુરતની મેટાસ હોસ્પીટલમાં N95 માસ્કના વેચાણમાં ઉઘાડી લુંટ- જુઓ ભ્રષ્ટાચારનો વિડીયો

સુરતની મેટાસ એડવેન્ટિસ હોસ્પિટલ ખુલેઆમ લોકો પાસેથી લુંટ મચાવી રહી છે. મેટાસ એડવેન્ટિસ હોસ્પિટલે ૪૦ રૂપિયાના માસ્કનું ૨૫૦ રૂપિયાનું બીલ બનાવ્યું અને એક વ્યક્તિને પધરાવી…

સુરતની મેટાસ એડવેન્ટિસ હોસ્પિટલ ખુલેઆમ લોકો પાસેથી લુંટ મચાવી રહી છે. મેટાસ એડવેન્ટિસ હોસ્પિટલે ૪૦ રૂપિયાના માસ્કનું ૨૫૦ રૂપિયાનું બીલ બનાવ્યું અને એક વ્યક્તિને પધરાવી દીધું હતું. પરંતુ આ વ્યક્તિએ હોસ્પીટલની આ લુંટનો વિરોધ કર્યો હતો અને એક વિડીયો પણ વાયરલ કર્યો હતો.

હાલ સમગ્ર વિશ્વ એક જૂથ થઈને કોરોના સામે લડી રહ્યું છે. કોરોના મહામારી ને કારણે આજે દરેક લોકોના ધંધા બંધ થઈ ચૂક્યા છે. લોકો ઘરે બેસી ગયા છે અને આવક પણ બંધ થઈ ચૂકી છે. તેવા સમયમાં હોસ્પિટલોમાં ઉઘાડી લૂંટ સામે આવી છે. એક તરફ લોકો આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. અને એક-એક રૂપિયો ક્યાં વાપરવો તેનો પણ વિચાર કરી રહ્યા છે. એવામાં સુરતની એક હોસ્પિટલમાં 40 રૂપિયા ના માસ્ક અઢીસો અઢીસો રૂપિયામાં વેચી રહી છે. અને ખુલ્લેઆમ લોકો પાસેથી પૈસાને લુટ મચાવી રહી છે.

સુરતના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે. એ વ્યક્તિનું નામ ભાવેશભાઈ સવજીભાઈ કોરડીયા છે. ભાવેશભાઈના પિતા કોરોના ગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને હોસ્પિટલ દ્વારા ભાવેશભાઈને એક માસ મંગાવવાનું કહ્યું હતું. અને જ્યારે ભાવેશભાઈ એ માસ્ક લેવા હોસ્પિટલને મેડિકલ સ્ટોર્સમાં ગયા ત્યારે જે માસ્ક બહાર 40 રૂપિયાના ભાવે મળે છે એ માસ્ક 250 રૂપિયામાં ભાવેશભાઈ ને પધરાવી દીધું હતું.

હોસ્પિટલની આ ઉઘાડી લૂંટનો ભાવેશભાઈ એ વિરોધ કર્યો હતો કે બહાર 40 રૂપિયામાં જે માણસ મળે છે તેના અઢીસો રૂપિયા સુ કામ આપવા? હોસ્પિટલ દ્વારા અઢીસો રૂપિયા માસ્ક નું પાકુ બીલ પણ આપવામાં આવ્યું છે. જે ભાવેશભાઈ વીડિયોમાં સાફસાફ જણાવી રહ્યા છે. એક તરફ ભાવેશભાઈના પિતા કોરોનાથી પીડાઈ રહ્યા છે, અને આવું કોઈ બીજા સાથે ના થાય એ માટે હોસ્પિટલની આ ઉઘાડી લૂંટ ભાવેશભાઈ એ લોકોની સામે લાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *