જાણો કેમ વિરાટ કોહલી છોડી રહ્યો છે ટીમ ઇન્ડિયાનું સુકાનીપદ – કારણ સામે આવતા લોકોમાં મચ્યો હડકંપ

ભારતીય ક્રિક્રેટ ટીમ (Indian Cricket Team) ના કેપ્ટન (Captain) વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશિપ સામે હાલમાં અનેકવિધ પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે આવા દોરમાં…

ભારતીય ક્રિક્રેટ ટીમ (Indian Cricket Team) ના કેપ્ટન (Captain) વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશિપ સામે હાલમાં અનેકવિધ પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે આવા દોરમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, T-20 વર્લ્ડ કપ બાદ તે કેપ્ટનશિપનો ત્યાગ કરશે તેમજ રોહિતને કાર્યભાર સોંપવામાં આવશે.

BCCI દ્વારા આ વાતની ખંડણી કરવામાં આવી હતી તો પછી કેમ હજુ પ્રશ્ન ઉઠી રહ્યા છે? આમ જોઇએ તો છેલ્લા કેટલાક વર્ષમાં કોહલી કેપ્ટનશિપ અંગે બેકફુટ પર રહ્યો છે તેમજ તેનો બેટિંગ ગ્રાફ પણ ખુબ નીચે આવી ગયો છે. આવા સમયમાં રોહિત શર્મા કોહલીની જગ્યા લઈ શકે છે, તો ચાલો આપણે આ અટકળોને સમજીએ કે, રોહિત કોહલી કરતા શ્રેષ્ઠ કેમ છે…..

રોહિતને કેપ્ટન તરીકે પસંદ કરવાના 2 મુખ્ય કારણ:
1. છેલ્લા 2 વર્ષથી ક્રિકેટ જગતના કેટલાક નિષ્ણાંતો પણ આ વાત કરી ચૂક્યા છે કે, લિમિટેડ ઓવર નહીં તો ફક્ત T-20મા તો રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપવી જોઇએ.

2. વર્ષ 2013મા મુંબઈ ઈન્ડિયન્સે અડધી ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ રિકી પોન્ટિંગને કેપ્ટન તરીકે નિયૂક્ત કરીને મોટો દાવ રમ્યો હતો. જો કે, મુંબઈનો આ દાવ તેની ટીમને પહેલી IPL ટ્રોફી જીતાડવા માટે સફળ રહ્યો હતો. ત્યારબાદ રોહિતે ક્યારેય પણ પીછે હઠ કરી નથી. રોહિત 5 IPL ટ્રોફી જીતી ચૂક્યો છે. રોહિતે મુંબઈને વર્ષ 2013, 2015, 2017, 2019 તથા 2020મા ચેમ્પિયન બનાવ્યું હતું.

રોહિતે શ્રીલંકા સિરીઝ, નિદાહાસ ટ્રોફી તથા એશિયા કપ જીતાડ્યો:
વર્ષ 2017મા રોહિત શર્માને સૌપ્રથમવાર ઈન્ડિયન ટીમની કેપ્ટનશીપ કરવાની તક મળી હતી. આ સમયે વિરાટ કોહલીને શ્રીલંકા સામેની હોમ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો તેમજ રોહિતને ટીમની કમાન મળી હતી. જો કે, ત્યારબાદ ઈન્ડિયાએ આ વનડે સિરીઝ 2-1થી જીતી લીધી હતી.

વર્ષ 2018મા રોહિતે તેની કેપ્ટનશીપ હેઠળ ઈન્ડિયાને સૌપ્રથમ નિદાહાસ ટ્રોફી તેમજ બાદમાં તે જ વર્ષ દરમિયાન એશિયા કપ જીતાડ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 19 ઈન્ટરનેશનલ T-20 મેચમાં ઈન્ડિયન ઓપનરે કેપ્ટનશિપ વખતે 15માં જીત અપાવી હતી. જ્યારે ફક્ત 4 મેચ જ હારી હતી. વનડે ફોર્મેટમાં રોહિતે 10 મેચમાંથી 8માં જીત અપાવી જ્યારે ફક્ત 2 મેચ જ ગુમાવી હતી.

કોહલી સતત નિષ્ફળ જતો રહ્યો:
વર્ષ 2012મા વિરાટને RCBનો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો હતો જયારે 9 વર્ષમાં તે એકવાર પણ ટીમને ટ્રોફી જીતાડી શક્યો ન હતો. વર્ષ 2016મા જ કોહલીની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ હતી પણ બાદમાં ટીમનું ટાઇટલ જીતવાનું સપનું સાકાર ન થઇ શક્યું તેમજ સનરાઇઝર્સ હૈદરાબાદ બાજી મારી ગયું હતું.

વિરાટ કોહલીને 2017મા જ ટીમના લિમિટેડ ઓવર્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. અત્યારસુધી 45 T20I મેચોમાં, તેણે 27 જીત મેળવી છે, જ્યારે ટીમને 14મા હારનો સામનો કરવો પડ્યો હતો. 2નું પરિણામ આવી શક્યું નથી અને બે મેચ ટાઈ રહી હતી.

વનડેમાં કોહલીએ 95 મેચોમાં ટીમની આગેવાની કરી અને તેમાંથી 65 મેચ જીતવામાં સફળ રહ્યો હતો. તેની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા 27મા હારી ગઈ તેમજ એક મેચ ટાઈ અને 2નું પરિણામ આવી શક્યું ન હતું. કોહલીની કેપ્ટનશીપમાં ઈન્ડિયા વર્ષ 2017ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં, વર્ષ 2019ના વનડે વર્લ્ડકપની સેમિફાઇનલમાં હારી ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *