યુવતીની છેડતી કરનાર યુવકને લોકોના ટોળાએ માર માર્યો- જુઓ વિડીયો

સુરતના લિંબાયત વિસ્તારમાં યુવતીની છેડતી કરનાર રોમિયોને લોકોએ ઢોર માર માર્યો હતો. લિંબાયતના મારુતિ નગર ખાતેની ઘટનામાં નગર પ્રાથમિક શાળામાં યુવતીની છેડતી કરનાર ઝડપાયો જેને લોકોએ…

સુરતના લિંબાયત વિસ્તારમાં યુવતીની છેડતી કરનાર રોમિયોને લોકોએ ઢોર માર માર્યો હતો. લિંબાયતના મારુતિ નગર ખાતેની ઘટનામાં નગર પ્રાથમિક શાળામાં યુવતીની છેડતી કરનાર ઝડપાયો જેને લોકોએ બરાબરનો મેથીપાક ચાખાવ્યો હતો.

લિંબાયતના મારૂતિ નગર વિસ્તારમાં યુવકે યુવતીની છેડતી કરી હતી. બાદમાં લોકોને જાણ થતાં છેડતી કરનાર યુવાનને લોકોએ પકડી લીધો હતો. બાદમાં પોલીસની પીસીઆર વાન આવી ગઈ હતી. પોલીસ તેને પકડે એ દરમિયાન જ લોકોએ ટપલીદાવ કરતાં છેડતીબાજને જાહેરમાં તમાચા ઝીંકી દીધા હતાં. જાહેરમાં મહિલાઓ અને પુરૂષોએ યુવાનની ધોલાઈ કરી હતી. હાલ યુવકને લિંબાયત પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *