એવી તો શું ભુલ કરી કે, આ દિગ્ગજ ક્રિકેટરને ફટકારવામાં આવ્યો 12 લાખનો દંડ – જુઓ વિડીયો

Published on: 3:23 pm, Sun, 4 October 20

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. આ મહામારીની વચ્ચે દુબઈમાં IPLનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અગાઉની મેચમાં વિરાટ કોહલીને સ્લો ઓવરરેટને કારણે BCCIએ કુલ 12 લાખનો દંડ ફટકાર્યો હતો. હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

રાજસ્થાન રોયલ્સનાં બેટ્સમેન રોબિન ઉથપ્પા કોલકાતા નાઈટ રાઈડર્સની સામે IPLની મેચમાં બોલ પર થૂંક લગાવતો જોવા મળ્યો હતો. જે ICCના કોવિડ-19 સાથે બનાવેલ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. બુધવારનાં આયોજિત મેચની ત્રીજી ઓવરના પાંચમાં બોલમાં ઉથપ્પાએ સુનીલ નરેનનો કેચ હવામાં છોડ્યો હતો.

ત્યારબાદ મિડ ઓન ક્ષેત્રમાં બોલ પક્ડયા પછી થૂંક લગાવીને બોલ ચમકાવતો જોવાં મળ્યો હતો. ત્યારબાદ એનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. જો કે, IPL દ્વારા આ ઘટના વિશે કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

ICCએ કોવિડ 19 મહામારીને લીધે આ વર્ષે જૂન મહિનામાં બોલને ચમકાવવા માટે થૂંકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોનામાં SOP પ્રમાણે, જો ખેલાડી બોલ પર થૂંક લગાવે છે તો એમ્પાયર શરૂઆતમાં ઉદારતા દેખાડશે પરંતુ ત્યારબાદ સતત નિયમો તોડવા પર ટીમને ચેતવણી આપીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ICCના નિયમોમાં કહેવામાં આવ્યું છે કે, એક ટીમને તમામ ઈનિંગમાં બે વાર ચેતવણી આપવામાં આવી શકે છે પરંતુ બોલ પર સતત થૂંકનો ઉપયોગ કરવા બદલ કુલ 5 રનની પેનલ્ટી લગાવવામાં આવી શકે છે. જ્યારે પણ બોલ પર થૂંકનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે એમ્પાયરોને બોલને સાફ કરવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle