સુરતમાં મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા શહીદ જવાનના પરિવારજનોને રુ 2.50 લાખ ની સહાય…

Rs 2.50 lakh assistance to the families of martyred jawans by the Maruti Veer Jawan Trust in Surat ...

સુરતમા મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા શહીદ જવાનના પરિવારજનોને રુ 2.50 લાખ સહાય કરવામા આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત સરક્ષણ મંત્રી રાજનાથ સીંહ , રાજયપાલ , કેન્દ્ર મંત્રી મનસુખ માંડવીયા હાજર રહ્યા હતા.

રાજનાથ સિંહે કહ્યું હતું કે, મેં વિચાર્યું ન હતું કે ભારતની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર જવાનોના પરિવારોનું સુરતની જનતા દ્વારા આ રીતે સન્માન કરવામાં આવશે.હું ખુલ્લા હ્રદયથી આભાર વ્યક્ત કરવા માગું છે અને આજે આભાસ થયો કે આપણા દેશમાં ભામાશાઓની કમી નથી. ભારતના રક્ષામંત્રી હોવાના નાતે હું વિશ્વાસ અપાવવા માંગુ છું કે શહીદ પરિવાર માટે હંમેશા દરવાજા ખુલ્લા રહેશે.

ધારા 370 હટાવી તે પાડોશી દેશ પચાવી નથી શક્યો.પાડોશી દેશને ભારતના વિકાસ અને પ્રગતિથી ઇર્ષા થાય છે. સંયુક્ત રાષ્ટ્ર અને માનવાધિકારમાં જુઠ્ઠાણું ફેલાવવાનો પ્રયાસ થયો છે. પાડોશી દેશ હ્યુમન રાઇટ્સની ની વાતો કરે છે. જો હ્યુમન રાઇટ્સની વાતો કરવી જોઈએ તો તે ભારતે કરવી જોઈએ. આંતરરાષ્ટ્રીય જગત પાકિસ્તાનની વાતો પર હવે વિશ્વાસ કરવા તૈયાર નથી. ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ભારતના બે ટુકડા કરવામાં આવ્યા અને પાકિસ્તાન બની ગયું. ઇરાનની ધરતીના લોકો સુરતની ધરતી પર આવ્યા છે. પાકિસ્તાનને ખંડ-ખંડ બનવાથી કોઈ રોકી નહીં શકે. ધર્મના નામે ભાગલા પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે પ્રકારે બલુચિસ્તાનીઓ અને અન્ય લોકો સાથે વર્તન કરવામા આવી રહ્યું છે તેથી પાકિસ્તાનના ભાગલા થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: