1 જાન્યુઆરીથી બંધ થઇ જશે 2000 રૂપિયાની નોટ? સત્ય હકીકત જાણીને પગ તળે જમીન સરકી જશે 

Published on Trishul News at 12:16 PM, Mon, 19 December 2022

Last modified on December 19th, 2022 at 12:16 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ 8 નવેમ્બર 2016ની રાત્રે દેશને સંબોધિત કરતા 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાણકારી આપી હતી. જે બાદ ભારતમાં 2000 રૂપિયાની નવી નોટો આવી. હવે એવા અહેવાલો છે કે ભારત સરકાર 2000 રૂપિયાની આ નોટો પણ બંધ કરવા જઈ રહી છે અને 1000 રૂપિયાની નોટ નવા સ્વરૂપમાં પાછી આવશે. આવા સમાચારોએ લોકોને ખૂબ જ પરેશાન કરી દીધા છે. પરંતુ કોઈપણ પ્રકારનું પગલું ભરતા પહેલા આ અહેવાલોની સત્યતા(FactCheck) જાણવી પણ ખૂબ જ જરૂરી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં શું છે:
સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જણાવવામાં આવી રહ્યું છે કે 1 જાન્યુઆરી 2023થી 1000 રૂપિયાની નવી નોટ આવવા જઈ રહી છે અને 2000 રૂપિયાની નોટ બંધ થઇ જશે. વિડીયોમાં કહેવામાં આવી રહ્યું છે કે, તમને બેંકમાં માત્ર 50 હજાર રૂપિયા જ જમા કરાવવાની મંજૂરી આપવામાં આવશે અને આ પરવાનગી પણ માત્ર 10 દિવસ માટે જ હશે. આ પછી, 2 હજારની નોટની કોઈ કિંમત રહેશે નહીં. એટલા માટે તમારી પાસે 2000 રૂપિયાથી વધુની નોટો ન રાખો.

1 જાન્યુઆરી, 2023થી રૂ. 2000ની નોટો પાછી ખેંચી લેવામાં આવશે અને રૂ. 1000ની નવી નોટો લાવવામાં આવશે એવો દાવો કરીને આ વિડીયોએ તમામ લોકોનું ટેન્શન વધારી દીધું છે જેમના સુધી આ મેસેજ પહોંચી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ મેસેજની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પીઆઈબી ફેક્ટ ચેકે દાવાની તપાસ કરતાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે.

PIB ફેક્ટ ચેકની તપાસમાં શું જાણવા મળ્યું:
પીઆઈબી ફેક્ટ ચેકને તેની તપાસમાં જાણવા મળ્યું કે વીડિયોમાં જે દાવો કરવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણપણે ખોટો છે. કેન્દ્ર સરકાર (ભારત સરકાર) એ 2000 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય લીધો નથી. PIB ફેક્ટ ચેકે લોકોને અપીલ કરી છે કે તેઓ આવા ગેરમાર્ગે દોરનારા મેસેજને બિલકુલ ફોરવર્ડ ન કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Be the first to comment on "1 જાન્યુઆરીથી બંધ થઇ જશે 2000 રૂપિયાની નોટ? સત્ય હકીકત જાણીને પગ તળે જમીન સરકી જશે "

Leave a comment

Your email address will not be published.


*