આંગડીયા કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાંખી 50 લાખ રૂપિયાના થેલાની તસ્કરોએ કરી લૂંટ- CCTV થયા વાઈરલ

હાલમાં સુરેન્દ્રનગર જીલ્લાના થાનની આંગડીયા પેઢીનો શખ્સ પોતાના ઘરેથી થેલામાં 50 લાખ રૂપિયા સાથે એક્ટિવામાં આગળ મૂકી પોતાની આંગડીયા પેઢીમાં જઇ રહ્યો હતો. ત્યારે એક…

હાલમાં સુરેન્દ્રનગર જીલ્લાના થાનની આંગડીયા પેઢીનો શખ્સ પોતાના ઘરેથી થેલામાં 50 લાખ રૂપિયા સાથે એક્ટિવામાં આગળ મૂકી પોતાની આંગડીયા પેઢીમાં જઇ રહ્યો હતો. ત્યારે એક ગલી પાસે સામેથી પગપાળા ચાલીને આવતા ત્રણ ઇસમોએ આંગડીયા પેઢીના શખ્સ ઉપર મરચાની ભૂકી છાંટી 50 લાખ રૂપિયા રોકડા ભરેલો થેલો લઇને ત્યાંથી ભાગી ગયા હતા.

50 લાખના થેલાની લૂંટ કરીને ફરાર થયેલા ત્રણેય શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયાં હતા. જાણવા મળ્યું છે કે, સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા ગુજરાતનાં વિવિધ પોલીસ મથકોએ જાણ કરી નાકાબંધી કરાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢની મહાલક્ષી શેરીમાં રહેતા ભરતભાઇ ધીરજલાલ દવેએ સુરેન્દ્રનગર પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી કે, થાનગઢ મહાલક્ષ્મી શેરીમાં રહેતા વિરલભાઇ હસમુખભાઇ ગાંધી એમના ઘરેથી 50 લાખ રૂપિયા રોકડા પરપલ કલરના થેલામાં લઇ પોતાના કાળા કલરની એક્ટિવાની આગળ મૂકી પોતાની આંગડીયા પેઢી તરફ જઇ રહ્યાં હતા.

ત્યારે થાનગઢના ડોક્ટર રાણા સાહેબના દવાખાના વાળી ગલીમાં પહોંચતા સામેથી પગપાળા ચાલીને આવતા ત્રણ અજાણ્યા ઇસમોએ વિરલભાઇ હસમુખભાઇ ગાંધી ઉપર મરચાની ભૂકી છાંટી મારામારી કરી એમની પાસે એક્ટિવામાં મુકેલો 50 લાખ રૂપિયાનો થેલો લઈને ભાગી ગયા હતા.

જાણવા મળ્યું છે કે, આ ઇસમો અંદાજે 20 થી 25 વર્ષની ઉંમરના હોવાની સાથે એમાના એક શખ્સે લાલ કલરનું ટી-શર્ટ અને કાળા કલરનું નાઇટ પેન્ટ પહેરેલું હતુ. અને આ ત્રણેય યુવાનોએ મોઢે લુંગી જેવુ કપડું બાંધેલું હતુ અને જેઓ નંબર વગરના મોટરસાયકલ ઉપર ત્યાંથી ભાગી છૂટવામાં સફળ થયા હતા.

મળતી માહિતી મુજબ, થાનગઢમાં ધોળા દિવસે રૂપિયા 50 લાખના થેલાની લૂંટ કરીને ફરાર થયેલા ત્રણેય શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ફરીયાદના આધારે સુરેન્દ્રનગર પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા રાજકોટ સીટી અને ગ્રામ્ય, મોરબી, અમદાવાદ સીટી અને ગ્રામ્ય, બોટાદ, અમરેલી, જામનગર, ભાવનગર, મહેસાણા, પાટણ, કચ્છ અને ગાંધીધામ સહિતના જીલ્લાઓની પોલીસ દ્વારા નાકાબંધી તેમજ બાકીની જીલ્લા પોલીસ દ્વારા તપાસ ગોઠવી અસરકારક વાહન ચેકીંગ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *