ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સરકારી નોકરી: 12 પાસ લોકો માટે બહાર પડી બમ્પર ભરતી

સરકારી નોકરીઓ મેળવવા માટે નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો માટે શાનદાર અવસર આવ્યો છે. રાજસ્થાન સરકારે 2100થી વધારે ભરતીઓ બહાર પાડી છે. રાજસ્થાન સબ ઓર્ડીનેટ એન્ડ મિનિસ્ટર સર્વિસ સીલેક્શન બોર્ડ (Rajasthan Subordinate and Ministerial Services Selection Board, RSMSSB) લેબ.ટેકનિશિયન  અને આસિસ્ટન્ટ રેડિયોગ્રાફરના પદ માટે ભરતીઓના આવેદન મંગાવ્યા છે. કુલ 2177 પદો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

આ ભરતી માટે યોગ્ય તેમજ ઇચ્છુક ઉમેદવાર 18 જૂનથી આવેદન કરી શકે છે. આ વેકેન્સી માટે આવેદન કરવાની છેલ્લી તારીખ 2 જુલાઈ 2020 નક્કી કરવામાં આવી છે. આવેદન કરવાનું વિચારી રહેલા ઉમેદવારો આધિકારિક વેબસાઇટ rsmssb.rajasthan.gov.in પર જઈને નોકરી માટે એપ્લાય કરી શકે છે.

પદોનું વિવરણ

આ ભરતી અંતર્ગત લેબ.ટેકનિશિયન માટે ૧૧૧૯ પદ અને આસિસ્ટન્ટ વીડિયોગ્રાફર માટે ૧૦૫૮ પદ રાખવામાં આવ્યા છે. પસંદગી પામેલા ઉમેદવારોને L-8 અંતર્ગત વેતન આપવામાં આવશે.

લેબ ટેકનીશીયન માટે યોગ્યતા

આ પદ માટે આવેદન કરી રહેલા ઉમેદવારો પાસે બાયોલોજી કે ગણિત સાથે બારમું ધોરણ પાસનું સર્ટીફીકેટ હોવું ફરજીયાત છે. આ ઉપરાંત રાજસ્થાન પેરા મેડિકલ કાઉન્સિલ દ્વારા માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી લેબ ટેક્નિશિયનનું ડિપ્લોમા કરી ચૂકેલા ઉમેદવાર પણ આ પદ માટે આવેદન કરી શકે છે. ઉમેદવારને હિન્દી લખતા આવડતું હોવું ફરજીયાત છે અને રાજસ્થાની સંસ્કૃતિ વિશે જાણકારી હોવી જોઈએ.

આસિસ્ટન્ટ રેડિયોગ્રાફર માટે યોગ્યતા

આ પદ પર આવેદન કરી રહેલા ઉમેદવારો પાસે બાયોલોજી સાથે બારમું ધોરણ પાસ નું સર્ટિફિકેટ ફરજિયાત છે. હિન્દી લખતા આવડવું જોઈએ અને રાજસ્થાનની સંસ્કૃતિ વિશે જાણકારી હોવી જોઈએ.

બંને પદો માટે આવેદન કરવા માટેની ઉંમર 18 થી 40 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે.આ ભરતી માટે આવેદન કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોને ૪૫૦ રૂપિયા તેમજ ઓબીસી વર્ગના ઉમેદવારો માટે 350 રૂપિયા અને એસ.સી એસ.ટી વર્ગના ઉમેદવારો માટે 250 રૂપિયાનું શુલ્ક રહેશે.

અન્ય જાણકારી મેળવો અહિયાં ક્લિક કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: