નવા ટ્રાફિક નિયમ આવ્યા બાદ RTO અધિકારી માલામાલ : રેડ પડતા મળી આટલા કરોડ ની સંપતિ…

મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કર્યા પછી જ્યાં એક તરફ ટ્રાફિકના કાયદા કડક કરવામાં આવ્યા છે, તો બીજી તરફ ભ્રષ્ટાચારને રોકવા માટેના પ્રયાસો પણ થઈ રહ્યા…

મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કર્યા પછી જ્યાં એક તરફ ટ્રાફિકના કાયદા કડક કરવામાં આવ્યા છે, તો બીજી તરફ ભ્રષ્ટાચારને રોકવા માટેના પ્રયાસો પણ થઈ રહ્યા છે. આ મામલામાં એક કિસ્સો સામે આવ્યો છે. જે વાંચી તમારા હોંશ ઉડી જશે.

આંધ્ર પ્રદેશના કુર્નૂલમાં મોટર વ્હીકલ ઈન્સપેક્ટર એટલે કે RTO અધિકારી એ.શિવ પ્રસાદના ઘરે એન્ટી કરપ્શન બ્યૂરો(ACB)એ દરોડા પાડ્યા હતા. શિવ પ્રસાદ પર આયથી વધારે સંપત્તિ રાખવાનો આરોપ છે. દરોડામાં ACBને 5 જુદા જુદા સ્થળો પરથી 20 કરોડથી વધારે સંપત્તિ મળી આવી હતી. જેમાં આફ્રિકન દેશ યુગાન્ડામાં એક લૉકરનો પણ સમાવેશ થાય છે.


ઉલ્લેખનીય છે કે, 1 સપ્ટેમ્બરથી દેશભરમાં નવા મોટર વ્હીકલ એક્ટનો કાયદો લાગૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન નહિ કરનારા સામે કડક પગલા અને મોટી રકમના દંડ વસૂલવામાં આવી રહ્યા છે. જેને કારણે દેશભરમાં તે અંગેના નોખા કિસ્સાઓ સામે આવી પણ રહ્યા છે. જો તમને ખબર નહિ હોય કે ટ્રાફિકના નિયમોનું પાલન નહિ કરવા પર કેટલી રકમનો દંડ વસૂલવામાં આવે છે, તો અહીં જાણી લો. નિયમ તોડવા પર કેટલો દંડ ભરવો પડશે.

આ રહ્યું લિસ્ટઃ

વીમા વિના- 2000

ડ્રાઈવિંગ લાયસન્સ વિના ગાડી ચલાવવા પર- 5000

હેલમેટ વિના- 1000

સીટ બેલ્ટ વિના- 1000

દારુ પીઈને ગાડી ચલાવવા પર- 10,000

ગાડી ચલાવતા સમયે મોબાઈલ પર વાત કરતા- 5,000

ઓવર સ્પીડ- 2000

પરમીટ વિના ગાડી ચલાવવી- 10,000

વધુ સ્પીડે ગાડી ચલાવવી- 2000

બાઈક પર બે કરતા વધુ સવારી- 2000

રોન્ગ પાર્કિંગ- 300

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *