ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ભાજપ સાંસદે ફેલાવી રામમંદિરના પાયામાં ચાંદીની ઈંટ કે ટાઇમ કેપ્સ્યૂલ મુકવાની વાતની અફવા

અયોધ્યામાં રામમંદિર નિર્માણનાં ભૂમિપૂજન પહેલાં અફવાનું બજાર ગરમ છે. અમુક લોકોનું કહેવું છે કે રામમંદિરના પાયામાં ચાંદીની ઇંટ મુકવામાં આવશે તો કેટલાક કહે છે કે પાયામાં ટાઈમ કેપ્સ્યુલ મુકવામાં આવશે. પરંતુ હકીકત કઈક  બીજી જ જાણવા મળી અને એ બધી અફવાઓ પર ચર્ચા ચાલી રહી છે. રામમંદિરના પાયામાં પહેલા ટાઇમ કેપ્સ્યૂલ અને પછી ૨૨ કિલો ચાંદીની ઈંટ મૂકવાની અફવા ઊડી હતી. પરંતુ હવે અયોધ્યાના ડીએમ અનુજકુમાર ઝા અને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મહાસચિવ ચંપતરાય આ મુદ્દે સ્પષ્ટતા કરવા સામે આવ્યા હતા.

અયોધ્યાના ડીએમ અનુજકુમાર ઝાએ મંદિરના પાયામાં ચાંદીની ઈંટ કે ટાઇમ કેપ્સ્યૂલની વાતનો ઇનકાર કરી દીધો છે અને કહ્યું છે કે આવી બધી અફવા ફેલાવાનું બંધ કરો નહિ તો મારે કાયદેસર પગલા લેવા પડશે. અનુજકુમાર ઝાએ કહ્યું કે આ બધી અફવાઓ ચાલી રહી છે મેં આવું ક્યારે કહ્યું નથી કે રામમંદિરના પાયામાં ચાંદીની ઇંટ અથવા ટાઈમ કેપ્સ્યુલ મુકાશે એવું. અનુજકુમાર ઝાએ લોકોને અફવા ન ફેલાવાની પણ અપીલ કરી છે.

ચંપતરાયે કહ્યું કે પાયામાં ટાઇમ કેપ્સ્યૂલ મૂકવાની ટ્રસ્ટની કોઈ યોજના નથી. કામેશ્વર ચૌપાલે રવિવારે જણાવ્યું હતું કે રામમંદિર સંકુલમાં હજારો ફૂટ નીચે ટાઇમ કેપ્સ્યૂલ દબાવવામાં આવશે કે જેથી ભવિષ્યમાં મંદિર સંબંધી તથ્યો અંગે કોઇ વિવાદ ના સર્જાય. કેપ્સ્યૂલમાં મંદિરના ઇતિહાસ અને તેના સંબંધી માહિતી હશે.

મંદિર ટ્રસ્ટને ૧ ક્વિન્ટલ ચાંદીની ઈંટોનું દાન મળ્યું
બુલંદશહેરના વેપારીઓએ ૨૨ કિલો ૬૬૩ ગ્રામ ચાંદીની ઈંટનું દાન કર્યું છે. અત્યાર સુધી રામજન્મભૂમિ ટ્રસ્ટને મંદિરના પાયા માટે ઘણી ચાંદીની ઈંટો દાનમાં મળી છે. મંદિર નિર્માણની તારીખ નક્કી થયા બાદ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્યગોપાલદાસે ૪૦ કિલોની ચાંદીની ઈંટનું દાન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP