હનુમાનજીની આંખમાંથી કઈક નીકળી રહ્યું છે, જોવા ઉમટયા ટોળે ટોળા- જુઓ અહી

કોરોનાવાયરસ ને લીધે આખા દેશમાં lockdown લગાડવામાં આવ્યું છે. Lockdown વચ્ચે દેશના ઘણા વિભાગોમાં તેને ઉલ્લંઘન કરવાના સમાચાર સતત સામે આવતા રહે છે. પોલીસની ટીમ…

કોરોનાવાયરસ ને લીધે આખા દેશમાં lockdown લગાડવામાં આવ્યું છે. Lockdown વચ્ચે દેશના ઘણા વિભાગોમાં તેને ઉલ્લંઘન કરવાના સમાચાર સતત સામે આવતા રહે છે. પોલીસની ટીમ સતત આ વાતને લઈને સતર્ક છે કે દરેક લોકો કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના ઘરોમાં જ રહે.હા વચ્ચે એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં હનુમાનજીની મૂર્તિ વિશે એવી અફવા ફેલાવવાની તે લોકોએ lockdown ના લીરેલીરા ઉડાવી દીધા.

મામલો ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લાનો છે,જ્યાં શહેરની વચ્ચોવચ હનુમાનજીના મંદિર પાસે અચાનક એ સમયે ભીડ લાગી ગઈ જ્યારે મંદિરમાં સ્થિત હનુમાનજીની મૂર્તિના આંખ માંથી લોહી નીકળવાની અફવા ઉડી. હનુમાનજીના આ સ્વરૂપના દર્શનની લાલસા માટે ત્યાં મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ ગઈ.

કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે લગાડવામાં આવે lockdown દરમ્યાન આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા તે જોઈને હેરાન રહી ગયા.હનુમાનજીની આંખમાંથી આંસુ નીકળવા ની જાણકારી મળ્યા બાદ લોકોએ તેને જોવા માટે ત્યાં પહોંચ્યા અને સોશિયલ અંતર રાખવાનું ભૂલી ગયા. કેટલાય લોકો ફોટો પાડવા લાગ્યા તો કોઈ સેલ્ફી લેવા માંડ્યા.

ઘટનાસ્થળ પર પહોંચેલા એક યુવકે જણાવ્યું કે અમને એ સમાચાર મળ્યા હતા કે ભગવાન હનુમાન લોહીના આંસુએ રડી રહ્યા છે તો અમે કહ્યું ચાલો અમે પણ જોઈએ. આ કોઇ એ જાણી જોઈને અફવા ફેલાવી હોય એવું લાગી રહ્યયું છે.

જાણકારી પ્રાપ્ત થતાં જ ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ ટીમે લોકોને સમજાવીને પોતાના ઘરે મોકલ્યા. Lakhimpurના ઇન્સ્પેક્ટર આર.કે શુક્લાએ જણાવ્યું કે, આ ફક્ત એક અફવા હતી. જ્યારે મંદિરની સાફ-સફાઈ ચાલતી હતી તો તેમાંથી કોઈ જગ્યાએ  સિંદૂર રહી ગયું હશે, અને લોકોએ એમ માની લીધું કે હનુમાનજીની મૂર્તિ માંથી લોહીના આંસુ વહી રહ્યા છે. આ ફેલાતા લગભગ ૩૦૦ લોકો ભેગા થઇ ગયા હતા બાદમાં સૌને પોતપોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *