જગતનો તાત છોડી દે વરસાદની ચિંતા: રૂપાણી સરકારે ખેડૂતોને લઈને કરી દીધી મોટી જાહેરાત- જાણો જલ્દી

Published on Trishul News at 5:46 PM, Tue, 17 August 2021

Last modified on August 17th, 2021 at 5:46 PM

ગુજરાતમાં હાલમાં સમયે વરસાદ પાછો ખેંચાવાને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. જેને કારણે ખેડૂતો, જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ CM વિજય રૂપાણી સમક્ષ ખેડૂતોને સિંચાઇ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆત કરી હતી જેનો હાલ ઉકેલ આવી ગયો છે.

જળસંપત્તિ સચિવ શ્રી જાદવે જણાવતા કહ્યું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જે બંધો-જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તે પૈકી પીવાના પાણી માટેના 56 જેટલા જળાશયોમાં તારીખ 30 સપ્ટેમ્બર-2021 સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારની માંગ મુજબ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય હાલમાં કરવામાં આવ્યું છે.

સાથે જળસંપત્તિ સચિવે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને પરિણામે જે વિસ્તારોમાંથી સિંચાઇના પાણી માટે માંગ કરવામાં આવેલી છે. તે વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે 39 જળાશયોમાંથી કુલ સાડા નવ લાખ એકર જમીનને સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ 141 પૈકી 36 ડેમોમાં પીવાનું પાણી બે માસ માટે આરક્ષિત કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્રના 79 ડેમોમાંથી 1,48,200 એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવેલ છે. જે પૈકી હાલમાં કુલ 23 ડેમમાંથી પાણી આપવામાં આવી રહેલ છે. જેમાં જામનગર જિલ્લાના ઉંડ-1, સસોઇ, પન્ના, આજી-4, ફૂલઝર-1, ફૂલઝર-2, ફૂલઝર કોટડા, વોડીસંગ, વીજરખી, ઉંડ-૩, સપડા, ઉમીયાસાગર અને રૂપારેલ એમ ટોટલ 13 ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવાનું શરૂ કરવામાં આવેલ છે.

જોવા જઈએ તો જ્યારે રાજકોટ જિલ્લામાં આજી-2, આજી-3 અને ન્યારી-2 ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરવામાં આવેલ છે. મોરબી જિલ્લાના બ્રાહ્મણી-1, ડેમી-1 ઘોડાધ્રોઇ અને ડેમી-2 ડેમમાંથી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ફલકુ ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરવામાં આવેલ છે. પોરબંદર જિલ્લાના સોરઠી અને  દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેરાડી-ર ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે. જળસંપત્તિ સચિવે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં ધરોઇ ડેમમાં પીવાનું પાણી આરક્ષિત રાખ્યા બાદ 37,050 એકર વિસ્તારને બે પાણી આપવાનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગે આ વિસ્તારની માંગણી આવી છે ત્યાંથી પાણી આપવાનું શરૂ કરવામાં આવશે.

સાથે સાથે તેમણે વધુમાં જણાવતા કહ્યું છે કે, ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાવાની પરિસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રીના મહત્વના નિર્ણય અનુસાર જે વિસ્તારમાં સિંચાઇના પાણીની માગણી આવેલ છે તે વિસ્તારમાં ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે 39 જળાશયોમાંથી સાડા નવ લાખ એકર જેટલા વિસ્તાર માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "જગતનો તાત છોડી દે વરસાદની ચિંતા: રૂપાણી સરકારે ખેડૂતોને લઈને કરી દીધી મોટી જાહેરાત- જાણો જલ્દી"

Leave a comment

Your email address will not be published.


*