જાણો ભારતના બાહુબલીની ‘સાહો’ ફિલ્મે વિશ્વભરમાં કેટલા કરોડોની કમાણી કરી ? આંકડા જાણી ચોંકી જશો.

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સાહો’ને ખરાબ રિવ્યૂ મળ્યા હોવા છતા ફિલ્મ જબરદસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મની દુનિયાભરની કમાણીની વાત કરીએ તો ફિલ્મ 300…

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સાહો’ને ખરાબ રિવ્યૂ મળ્યા હોવા છતા ફિલ્મ જબરદસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મની દુનિયાભરની કમાણીની વાત કરીએ તો ફિલ્મ 300 કરોડને પાર પહોંચી ગઇ છે. ‘સાહો’ ફિલ્મે સોમવારના રોજ હિન્દી વર્ઝનની 14.20 કરોડની કમાણી કરી હતી.

આ સાથે જ ફિલ્મના હિન્દી વર્ઝનની કુલ કમાણી 93.28 કરોડ પર પહોંચી ગઇ છે. ફિલ્મે ભારત બહાર વિદેશમાં સારી કમાણી કરી છે. સોમવારના રોજ અમેરિકામાં 2.50 મિલિયન ડોલરની આ ફિલ્મે કમાણી કરી હતી. આજે ‘સાહો’ ફિલ્મના હિન્દી વર્ઝનની કમાણી 100 કરોડને પાર થઇ જશે.

પ્રભાસની ‘સાહો’ ફિલ્મના રિવ્યૂ:

બાહુબલીથી રાતોરાત સુપર સ્ટાર બની જનારા પ્રભાસની સાહો ફિલ્મ દેશભરમાં રીલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપૂર પણ મહત્ત્વની ભૂમિકા છે. આ ફિલ્મથી પ્રભાસના ફેન્સને ભારોભાર આશા હતી, પરંતુ જે રીતે રિવ્યૂ આવ્યા છે, તે જોતા સાહો ફિલ્મમાં એટલું દમ હોય તેવું લાગતું નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *