“સાંડ કી આંખ” એક સત્ય ઘટના પર બનેલી ફિલ્મ, જાણો કેવી મજેદાર છે કહાની

બોલિવૂડમાં કામ કરતી એક્ટ્રેસ તાપસી પન્નુ અને સાથે-સાથે ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ સાંડ કી આંખ થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ ઉત્તરપ્રદેશની બાગપત શૂટર…

બોલિવૂડમાં કામ કરતી એક્ટ્રેસ તાપસી પન્નુ અને સાથે-સાથે ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ સાંડ કી આંખ થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ ઉત્તરપ્રદેશની બાગપત શૂટર દાદી ચંદ્રો અને પ્રકાશી તોમરના જીવન અને વધતી જતી ઉંમરની સાથે જબરદસ્ત શૂટરની વાત છે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર બનાવામાં આવી છે. અને આ ફિલ્મમાં એક નારી શું ના કરી શકે, તે એક અદ્ભુત વિષય પર બનાવામાં આવી છે. અને આ ફિલ્મમાં એક નારી પુરુષ બરાબર છે તે પણ સાબિત કરી બતાવ્યું છે.

સાંડ કી આંખની સામે હાઉસફુલ 4 અને રાજકુમાર રાવની મેડ ઈન ચાઈના મેદાનમાં છે. સાંડ કી આંખનું ટ્રેલર આવ્યું તેના પછી વધારે ચર્ચામાં છે. તાપસી અને ભૂમિનો લુક્સ અને નાની ઉંમરમાં તેને 60 વર્ષની મહિલાનો રોલ ઘણો ચર્ચામાં રહ્યો છે અને તેના પર ઘણો વિવાદ પણ થયો છે.

પરંતુ જ્યારે હવે રિલીઝ થઈ ગઈ છે તો લોકો તેનાથી ઘણાં ઈમ્પ્રેસ થઈ રહ્યા છે. બોલિવૂડ સેલિબ્રિટીથી લઈ ફેન્સ તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકરના દીવાના થયેલા છે. ટ્વિટર પર તાપસી અને ભૂમિની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે.

તેની સાથે ફિલ્મની કહાની, ડાયરેક્શન અને સપોર્ટિંગ એક્ટર્સની પણ સરાહના થઈ રહી છે. ફિલ્મ સાંડ કી આંખમાં તાપસી પન્નુ અને ભૂમિ ઉપરાંત વિનીત કુમાર સિંહ અને પ્રકાશ ઝાએ પણ કામ કર્યું છે. તેને ડાયરેક્ટર તુષાર હીરાનંદાનીએ બનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *