ડીઝલ ભરેલા ટ્રકનો અકસ્માત થતા લોકો મફતનું ડીઝલ લેવા ડોલો લઇ લઈને દોડ્યા- આ દ્રશ્યો જોઇને…

વાત જ્યારે મફતની હોય ત્યારે લોકો બધુ જ ભૂલી જતા હોય છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં આવું જ કંઈક બન્યું હતું. જાણવા મળ્યું છે કે, અહીં એક…

વાત જ્યારે મફતની હોય ત્યારે લોકો બધુ જ ભૂલી જતા હોય છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં આવું જ કંઈક બન્યું હતું. જાણવા મળ્યું છે કે, અહીં એક ડીઝલ ટેન્કરને અકસ્માત નડ્યો હતો. ટક્કર પછી ટેન્કરમાં પંક્ચર થઈ ગયું હતું અને તેમાંથી ડીઝલ નીચે ઢોળાવા લાગ્યુ હતું.

આ વાતની ખબર પડતા જ આસપાસના લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ કે, કોરોનાની ગાઇડલાઇન ભૂલીને હાથમાં આવે તે વાસણ લઈને ડીઝલ લેવા માટે દોડી ગયા હતા. લોકોએ રીતસરની લાઇનો લગાવી દીધી હતી. બીજી તરફ રોડ પર જાણે કે ડીઝલની નદી વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

જાણવા મળ્યું છે કે, પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ ખાતે એક ડીઝલ ટેન્કરને અકસ્માત નડ્યો હતો. અહીં ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. રોડની બાજુમાં ઊભા રહેલા ડીઝલ ટેન્કર પાછળ એક ટ્રક ઘૂસી ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કરમાં પંક્ચર થઈ ગયું હતું. જેનાથી ડીઝલ નીચે ઢોળાવા લાગ્યું હતું.

રોડ પર ઊભેલા ટેન્કરમાં ટ્રકની ટક્કર બાદ પંક્ચર થતા રોડ પર જ ડીઝલની નદી વહેવા લાગી હતી. આ વાત આસપાસના લોકોને ખબર પડતા જ તેઓ હાથમાં આવે તે વાસણ લઈને દોડી ગયા હતા. લોકો ડીઝલ લેવા માટે રીતસરના લઈનમાં ઊભા રહી ગયા હતા. આ અંગેના સામે આવેલા વીડિયોમાં લોકોને વાસણમાં ડીઝલ ભરીને લઈ જતા જોઈ શકાય છે.

આ વાતની જાણકારી મળ્યા બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ડીઝલ ટેન્કર પર પાણીનો મારો ચલાવ્યો હતો. ઘટના બાદ પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી, જેના પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલીને ડીઝલ લેવા માટે પડાપડી કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના ઘણા બનાવો બનતા રહે છે. ભૂતકાળમાં ખાદ્ય તેલ ટેન્કર, શાકભાજી, પેટ્રોલ-ડીઝલ કે પછી ગેરકાયદે લાવવામાં આવતા દારૂના જથ્થા સાથેના વાહનને અકસ્માત નડતા લોકોએ લૂંટ ચલાવી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *