સુરતમાં હનુમાન મંદિરના પરિસરમાં જ ખેલાયો ખૂની ખેલ- પારિવારિક ઝઘડામાં સાઢુભાઈનું ઢીમ ઢાળી દીધું

સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલી હત્યાની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક હત્યા(Murder)નો બનાવ સામે આવ્યો છે. જેમાં બે સાઢુભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ એકે બીજાને તીક્ષ્ણ હથિયારથી…

સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલી હત્યાની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક હત્યા(Murder)નો બનાવ સામે આવ્યો છે. જેમાં બે સાઢુભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ એકે બીજાને તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકી હત્યા કરી હતી. મળતી માહિતી મુજબ, બુધવારે મોડી સાંજે કામરેજ(Kamaraj) તાલુકાના ઉંભેળ(unbhel) ગામે આવેલ હનુમાનજી મંદિરની એક રૂમમાં બે સગા સાઢુ ભાઈઓ વચ્ચે પારિવારિક ઝગડાને લઈ બોલાચાલી થતા એક ભાઈએ બીજા ભાઈને તીક્ષ્ણ હથિયારથી પેટના ભાગે ઘા મારી મોત નીપજાવ્યું હતું. આ ઉપરાંત, ઘટનામાં બંને ને છોડાવવા વચ્ચે પડેલા મંદિરના મહંતને પણ ગંભીર ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ પલસાણા તાલુકાના તાંતીથૈયામાં રહેતા સિપાહીલાલ રામદૂત તિવારી અને તેના પિતરાઈ ભાઈ શિવલાલ લાલન પાંડે સાથે બુધવારે સાંજે કામરેજ તાલુકાના ઉંભેળ ગામે કાપડના પાર્સલ બનાવવાનો વ્યવસાય કરે છે. ને.હા 48 પર છત્રાલા સંકુલની બાજુમાં બંસી એપાર્ટમેન્ટ પાસે સૂર્યમુખી હનુમાજી મંદિર પરિસરમાં એક રૂમમાં પારિવારિક ઝઘડાને લઈને વાત કરી રહ્યો હતો.

આ દરમિયાન, બને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા બને ઝગડો કરતા કરતા રૂમની બહાર આવી ગયા હતા. ત્યારે શિવલાલ પાંડે એ સિપાહીલાલ તિવારી પર તીક્ષ્ણ હથિયાર વડે પેટના ભાગે ઘા ઝીંકી દીધા હતા. આ દરમિયાન, બંનેને છોડાવવા વચ્ચે પડેલા મંદિરના મહંત પુન્દ્રીક મિશ્રાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં સિપાહીલાલનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

જ્યારે મહંતને વધુ સારવાર માટે સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કામરેજ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સુરત જિલ્લા એલ.સી.બી.તેમજ.એસ.ઓ.જી.ની ટિમ દ્વારા સ્થળ પર પહોંચી ગુનો ઉકેલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *