સુરતમાં સાળી સાથે સંબંધ ન રાખવાની સલાહ આપનાર યુવક પર ઉશ્કેરાયેલા સાઢુભાઈએ કર્યો જીવલેણ હુમલો

Published on: 12:47 pm, Sun, 1 August 21

સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલ હત્યાની ઘટનાઓ દરમિયાન રાજ્યમાંથી ફરીવાર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સુરત શહેરનાં વરાછા વિસ્તારમાં આવેલ છીતુનગર સોસાયટીમાં આવેલ ચામુંડા ફેશન એન્ડ મેન્સવેર નામની દુકાનના કારીગરે તેના સાટુભાઈને સાળી સાથે સંબંધ રાખવાની ના પાડવાની સલાહ આપી હતી. આ ઉપરાંત, આ અંગેની જાણ સસરાને પણ કરતા ઉશ્કેરાયેલા સાઢુભાઈએ તેની અદાવત રાખી ગઈકાલે દુકાને જઈ ઝઘડો કરી માથા અને હાથના ભાગે ચપુના ઘા મારી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, સુરતના વરાછા છીતુનગર સોસાયટીમાં આવેલ ચામુંડા ફેશન એન્ડ મેન્સવેર નામની દુકાનના કારીગર દ્વારા તેના સાઢુભાઈને સાળી સાથે સંબંધ રાખવાની ના પાડવાની સલાહ આપવામાં આવી હતી તેમજ તે અંગેની જાણ સસરાને પણ કરતા ઉશ્કેરાયેલા સાઢુભાઈએ તેની અદાવત રાખી ગઈકાલે દુકાને જઈ ઝઘડો કરી માથા અને હાથના ભાગે ચપ્પુના ઘા મારી ગંભીર ઇજા પહોચાડી હતી.

વરાછા પોલીસના જણાવ્યા અનુસાર, સીતાનગર ચોકડી છીતુનગર સોસાયટીમાં રહેતા જયસુખ માધાભાઈ સાંખટ સિલાઈકામ કરે છે. તેમજ ઘર નજીક જ ચામુંડા ફેશન એન્ડ મેન્સવેર નામની દુકાનમાં નોકરી કરે છે. જયસુખભાઈ ગઈકાલે સાંજે સાડા ચારેક વાગ્યે દુકાને હતો તે વખતે તેનો સાઢુભાઈ પ્રકાશ ભાણા શિયાળએ તેની પાસે આવ્યો હતો. અને તેના માથામાં અને હાથના ભાગે ચપ્પના ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે. જેથી તે ઈજાગ્રસ્ત થયો હતો.

મળતી માહિતી મુજબ, પ્રકાશનો તેની સાળી સાથે સંબંધ છે. જેથી તેને સંબંધ ન રાખવાની સલાહ આપવામાં આવી હતી અને તેની જાણ તેના સસરાને પણ કરવામાં આવી હતી. જેના કારણે રોષે ભરાતા આ વાતની અદાવત રાખી પ્રકાશે ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા કારીગરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે હાલ તો પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.