‘સાચા અર્થમાં આઝાદી મોદીજીના આવવાથી જ મળી’- કંગના બાદ હવે ભાજપના દિગ્ગજ નેતાનો બફાટ

Published on: 12:19 pm, Thu, 25 November 21

બીજેપીની લોકસભા સાંસદ(BJP Lok Sabha MP) સાધ્વી પ્રજ્ઞા(Sadhvi Pragya) બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત(Kangna Ranaut)ના સ્વતંત્રતાના નિવેદન(Statement of Independence)ને લઈને તેના બચાવમાં સામે આવી છે. કંગનાના નિવેદન પર સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે મોદીજી(PM modi)ના આવવાથી સાચા અર્થમાં આઝાદી મળી છે. આ સાથે તેણે કહ્યું કે તે કૃષિ કાયદા(Agricultural laws)ના નિર્ણયને લઈને વડાપ્રધાન મોદીનું સમર્થન કરે છે.

કંગનાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન:
તમને જણાવી દઈએ કે, કંગના રનૌતે હાલમાં જ નિવેદન આપ્યું હતું કે દેશને 2014 પછી વાસ્તવિક આઝાદી મળી છે. આ નિવેદન બાદ કંગનાને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. કંગનાને હાલમાં જ પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. આ નિવેદન બાદ ઘણા નેતાઓએ કંગનાના પદ્મશ્રી એવોર્ડ પરત કરવાની માંગ કરી હતી. હવે સાધ્વી પ્રજ્ઞા કંગનાના સમર્થનમાં આવી છે.

CAAને દેશના હિતમાં કહ્યું:
આ સિવાય સાધ્વી પ્રજ્ઞાએ CAAને દેશના હિતમાં કહ્યું છે. એનઆરસી પર વાત કરતા તેમણે કહ્યું કે એનઆરસી બિલ હજુ આવ્યું નથી, તો તેના વિશે કેવી રીતે વાત કરી શકાય. આ દરમિયાન સાધ્વી પ્રજ્ઞાએ ઓવૈસી પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જે લોકો ઈશનિંદા કાયદાની માંગ કરી રહ્યા છે તેઓએ પાકિસ્તાન જવું જોઈએ.

પહેલેથી બચાવ:
નોંધનીય છે કે સાધ્વી પ્રજ્ઞા ભૂતકાળમાં પણ કંગના રનૌતના સમર્થનમાં સામે આવી છે. આ વર્ષે માર્ચમાં, જ્યારે મહારાષ્ટ્ર સરકારે કાર્યવાહી કરી અને કથિત રીતે ગેરકાયદેસર રીતે નોટિસ જારી કરીને કંગનાની ઓફિસમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પણ સાધ્વી પ્રજ્ઞાએ કંગનાને સમર્થન આપતા કહ્યું કે તે મહિલાનું સન્માન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.