સુરતમાં 12માં માળેથી નીચે પટકતા 17 વર્ષની સગીરાનું મોત- માતા બહાર હતી અને ભાઈ બહેન પાળીએ ચડીને…

આજના સમયમાં બાળકો વધુમાં વધુ સમય મોબાઈલ ફોનમાં વિતાવતા હોય છે. મોટા ભાગના બાળકો મોબાઈલમાં ગેમ રમતા જોવા મળે છે. બાળકો ગેમ રમવામાં એટલાં મશગુલ…

આજના સમયમાં બાળકો વધુમાં વધુ સમય મોબાઈલ ફોનમાં વિતાવતા હોય છે. મોટા ભાગના બાળકો મોબાઈલમાં ગેમ રમતા જોવા મળે છે. બાળકો ગેમ રમવામાં એટલાં મશગુલ થઇ જાય છે કે, તેમણે કોઈ ભાન રહેતી નથી. આ દરમિયાન એક એવો કેસ સામે આવ્યો છે જેમાં બાળકી મોબાઇલ ફોનમાં ગેમ રમતા રમતા 12માં માળેથી નીચે પડી ગઈ હતી.

આ બાળકી કોમન પેસેજની બારીની પાળી પર બેસીને કિશોરી મોબાઇલ પર ગેમ રમવાના ચક્કરમાં 12માં માળેથી નીચે પટકતા મૃત્યુ નીપજ્યું છે. ભાઈ-બહેન બન્ને મોબાઇલ પર ગેમ રમતા હતા. જેમાં ભાઈ પેસેજમાં દોઢ ફુટના પ્લેટફોર્મ પર બેસી ગેમ રમતો હતો. જયારે તેની બહેન બારીની પાળી પર બેઠી હતી.

મૂળ રાજસ્થાનના ઝાલોદના વતની અને કાપડના વેપારી મુકેશ પુરોહિતની 17 વર્ષીય પુત્રી સોમવારે સાંજે ભાઈ સાથે કોમન પેસેજમાં બેસી મોબાઇલ પર ગેમ રમતી હતી. આ દરમિયાન બારીની પાળી પર 17 વર્ષની પુત્રી મોબાઇલમાં ગેમ રમવામાં મશગુલ થતા અચાનક બેલેન્સ ન રહેતા 12માં માળની બારીમાંથી સીધી નીચે પટકાય હતી.

ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલમાં ખસેડાય હતી. જોકે સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના સોમવારે સાંજે બની હતી. ઘટના બની ત્યારે પિતા દુકાને હતા અને માતા ખરીદી કરવા ગઈ હતી. ઘરે 6 વર્ષનો ભાઈ અને બે નાની બહેનો હતી. પિતાની ટેક્સટાઇલ માર્કેટમાં સાડીની દુકાન છે. મૃતકે ઘો-10 સુધી અભ્યાસ કર્યો હતો. ઘટના અંગે પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, આ સમગ્ર ઘટના સુરતના પાલ-ભાઠા રોડ નજીક સર્જાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *