જન્મદિન બન્યો મૃત્યુદિન: શરુ પ્રવચને સ્વામીજીને હાર્ટએટેક આવતા ઢળી પડ્યા- જુઓ મોતનો શોકિંગ વિડીયો

કર્ણાટક(Karnataka)ના બેલાગવી(Belagavi)માં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં કાર્યક્રમમાં ઉપદેશ આપતી વખતે એક સંતને હાર્ટ એટેક(Heart attack) આવ્યો અને સ્ટેજ પર જ તેનું મોત…

કર્ણાટક(Karnataka)ના બેલાગવી(Belagavi)માં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં કાર્યક્રમમાં ઉપદેશ આપતી વખતે એક સંતને હાર્ટ એટેક(Heart attack) આવ્યો અને સ્ટેજ પર જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના 6 નવેમ્બરની છે, પરંતુ હવે તેનો વીડિયો સામે આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સ્ટેજ પર બોલતી વખતે સંત અચાનક પડી ગયા:
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કર્ણાટકના બાસગાવીમાં સંત સંગના બસવ સ્વામી તેમના અનુયાયીઓને સંબોધિત કરી રહ્યા હતા અને સ્ટેજ પર બોલતા બોલતા અચાનક બેભાન થઈ ગયા. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ જણાવ્યું કે તેનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે અને ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા.

સંત બસવ સ્વામીનું તેમના જન્મદિવસે અવસાન થયું:
53 વર્ષીય સંગના બસવા સ્વામી બાલોબાલા મઠના મુખ્ય સંત હતા અને બસવયોગ મંડપ ટ્રસ્ટના વડા પણ હતા. 6 નવેમ્બરે તેમનો જન્મદિવસ હતો અને તેઓ તેમના મઠમાં તેમના અનુયાયીઓને સંબોધિત કરી રહ્યા હતા. ભાષણ દરમિયાન તેઓ અચાનક પડી ગયા હતા અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું.

કોંગ્રેસના નેતાનું ગયા મહિને સ્ટેજ પર અવસાન થયું હતું:
આવી જ એક ઘટના ગયા મહિને રાજસ્થાનમાં સામે આવી હતી, જ્યાં પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન સ્ટેજ પર ભાષણ આપતી વખતે એક નેતાનું મૃત્યુ થયું હતું. તે કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ મંચ પર હાજર હતા. 26 ઓક્ટોબરે યુથ કોંગ્રેસના નેતાને ભાષણ આપતા સમયે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેઓ સ્ટેજ પર જ પડી ગયા હતા. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાં સુધીમાં રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. સીએમ અશોક ગેહલોતે કોંગ્રેસ નેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *