મુસ્લિમ યુવકે હિંદુ સગીરાને છરીના 40 ઘા ઝીંક્યા, જીવ ન ભરાયો તો પથ્થરથી માથું છુંદી નાખ્યું- જાણો ક્યાં બની ધ્રુજાવી દેતી ઘટના

Sakshi Murder who killed by Sahil in Delhi: હાલમાં જ ખુબ જ ચોંકાવનારી ઘટના પ્રકાસમાં આવી છે. એક સગીર છોકરીને જાહેરમાં છરીના 40 જેટલા ઘા…

Sakshi Murder who killed by Sahil in Delhi: હાલમાં જ ખુબ જ ચોંકાવનારી ઘટના પ્રકાસમાં આવી છે. એક સગીર છોકરીને જાહેરમાં છરીના 40 જેટલા ઘા ઝીંકીની મોતને ઘાટ ઉતારી છે. દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તાર (Shahabad Dairy, Delhi) માં એક સગીર બાળકીની ક્રૂર હત્યાનો મામલો સામે આવ્યો છે. યુવતી (Sakshi Murder) પર જાહેરમાં 40 જેટલા છરીના ઘા માર્યા હતા તેમ છતાંય હત્યારાને સંતોષ ન થયો તો, મોટા પથ્થરથી યુવતીનું માથું છુંદી નાખ્યું.

આ અત્યંત સનસનીખેજ ઘટનાને રવિવારે અંજામ આપવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવતીની ઉંમર 16 વર્ષ છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, છોકરી તેના મિત્ર સાથે જન્મદિવસની પાર્ટીમાં જઈ રહી હતી. ત્યારે જ રસ્તામાં આ નરાધમ છોકરાએ છોકરીને રોકી અને પછી તેના પર છરી લઈને તૂટી પડ્યો.

સમગ્ર ઘટનાનો CCTV ફૂટેજ પણ સામે આવ્યો છે. cctv માં દેખાઈ રહ્યું છે કે, જયારે બાળકીની હત્યા થઇ તે સમયે ત્યાં અન્ય કેટલાક લોકો પણ હાજર હતા પરંતુ કોઈ પણ બાળકીને બચાવવા આગળ ન આવ્યું. હત્યારાને કોઈનો ડર ન હતો. આરોપીનું નામ સાહિલ જણાવવામાં આવી રહ્યું છે. આ ભયાનક ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સાહિલ ફરાર છે.

આ હત્યાની ઘટનાના CCTV ફૂટેજ ખૂબ જ ભયાનક છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, રસ્તા પરથી ઘણા લોકો પસાર થઈ રહ્યા છે પરંતુ આ હત્યારાને કોઈ પણ ડર નથી. આ હત્યારો જાહેરમાં જ છરી લઈને બાળકી પર તૂટી પડે છે. ત્યાંથી પસાર થતા લોકોમાંથી એક વ્યક્તિ હત્યારા સાહિલને પકડવાનો પ્રયત્ન કરે છે, પણ હત્યારો હાથમાં આવતો નથી.

પોલીસના જણાવ્યા અનુસાર સાહિલ અને મૃતક સાક્ષી મિત્રો હતા પરંતુ ગઈકાલે તેમની વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. જ્યારે સાક્ષી તેની મિત્ર નીતુના જન્મદિવસ પર જઈ રહી હતી ત્યારે સાહિલે રસ્તામાં સાક્ષીને રોકી હતી અને તેના પર છરી વડે હુમલો કર્યો હતો. બાકી હતું તો, પથ્થરથી યુવતીનું માથું છુંદી નાખ્યું. આ ભયંકર હત્યા કરીને આરોપી સાહિલ ફરાર થઈ ગયો છે. પોલીસ તેની શોધમાં સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *