સાળંગપુર દાદાને આંગણે ભવ્ય શાકોત્સવ- દર્શન કરી અન્યને પણ શેર કરો

ગુજરાતના સાળંગપુરનું આ મંદિર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ તે વધુ અગ્રણી છે. અહીંની મૂર્તિ આજથી 174 વર્ષ પહેલા…

ગુજરાતના સાળંગપુરનું આ મંદિર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ તે વધુ અગ્રણી છે. અહીંની મૂર્તિ આજથી 174 વર્ષ પહેલા સદ્ગુરુ ગોપાલાનંદ સ્વામી દ્વારા અશ્વિની વાડી પાંચમ – સવંત 1905 (હિંદુ કેલેન્ડર મુજબ) પર સ્થાપિત કરવામાં આવી હોવાનું કહેવાય છે.

આજે સાળંગપુર હનુમાનજી દાદાને વિવિધ પ્રકારના શાકનો અન્નકૂટ ધરાવીને શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ મંદિરના દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભવ્ય શાકોત્સવનું આયોજન સાંજે 4 થી 7 કલાક દરમિયાન કરવામાં આવ્યું છે.

આ ભવ્ય શાકોત્સવ અંતર્ગત વિશેષ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની પાવન ઉપસ્થિતિ રહેશે. આ ભવ્ય શાકોત્સવમાં હાસ્ય કલાકાર હિતેશ અંટાળા તેમજ યુવાનોના પ્રેરણા સ્તોત્ર અને ગરીબોના બેલી એવા નીતિનભાઈ ઉર્ફે ખજુરભાઈ જાની ખાસ હાજર રહેશે.

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ધનુર્માસ અંતર્ગત શનિવારના રોજ કષ્ટભંજનદેવ દિવ્ય શણગાર ધરાવી સવારે 5:30 કલાકે મંગળા આરતી તેમજ 7:00 કલાકે શણગાર આરતી પૂજારી ડિ.કે. સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

આ મંદિરમાં શનિદેવ હનુમાનજીના ચરણોની પાસે બિરાજમાન છે. અહીં તમે કષ્ટભંજન હનુમાનને સુવર્ણ સિંહાસન પર બિરાજમાન જોશો અને તેમને મહારાજાધિરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વાસ્થ્ય, અભ્યાસ અને ખરાબ નજરથી પ્રભાવિત લોકો માટે અહીંના દર્શન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

સાળંગપુર પાસે ગુજરાતનું મોટું શહેર ભાવનગર છે. બંને સ્થળો વચ્ચે માત્ર 82 કિલોમીટરનું અંતર છે, જે બસ અથવા ટ્રેન દ્વારા સરળતાથી કવર કરી શકાય છે. બોટાદ જિલ્લાના સારંગપુર ગામે આવેલું છે. ગુજરાતના સારંગપુરનું આ મંદિર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.

સાળંગપુરના હનુમાનજી એટલે કષ્ટભંજન દેવ દરેક કષ્ટ અને દુઃખને દૂર કરનાર દરેક કપરી પરિસ્થિતિમાં લોકો હનુમાનજીનું સ્મરણ કરતા હોય છે. કષ્ટભંજનદેવ આપણને કપરી પરિસ્થિતિમાંથી ઉગારી લે છે તે છે. કહેવામાં આવે છે કે, અહીં ભૂત-પ્રેત આત્મા આવી શકતા નથી. એક વાર દાદાના દર્શન કરવાથી પ્રેત થી પીડાતા લોકો પીડામાંથી મુક્ત થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *