પ્રધાનમંત્રી મોદી સહિતના સાંસદોના પગારમાં 30% કાપ, MPLAD ફંડ પણ નહિ મળે

કોરોના વાયરસ સામેની જંગ માટે આજે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાયેલી હતી જેમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા. મુખ્ય 2 નિર્ણયો લેવાયા. પ્રથમ નિર્ણય મુજબ તમામ સાંસદોના…

કોરોના વાયરસ સામેની જંગ માટે આજે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાયેલી હતી જેમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા. મુખ્ય 2 નિર્ણયો લેવાયા. પ્રથમ નિર્ણય મુજબ તમામ સાંસદોના પગારમાં 30% કાપ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો. બીજા નિર્ણય અનુસાર સાંસદોને દેવામાં આવતું MPLAD ફંડ પણ ખતમ કરવામાં આવશે. આ ફંડ કોરોના વાયરસ સામે લડવામાં વપરાશે.

એક વર્ષ માટે પગારમાં કાપ

કેબિનેટનાં નિર્ણયની જાણકારી આપતા કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, એક વર્ષ સુધી તમામ સાંસદોની સેલરીમાં 30 ટકાનો કાપ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંસદોની આ સેલરીનો ઉપયોગ કોરોના વાયરસ સામે લડવા માટે કરવામાં આવશે. આ બાબતે કેન્દ્ર સરકાર આજે અધ્યાદેશ જાહેર કરશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પણ એક વર્ષ સુધી પોતાની સેલરીનાં 30 ટકા ઓછા લેશે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલોએ આ નિર્ણય સ્વૈચ્છિક રીતે લીધો છે.

MPLAD ફંડ 2 વર્ષ માટે સ્થગિત

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે કેબિનેટમાં સાંસદોનાં સાંસદ લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડને 2 વર્ષ માટે ખત્મ કરવા પર સહમતિ બની છે. વર્ષ 2020-21 અને 2021-22 માટે લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડને 2 વર્ષ માટે ખત્મ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે લોકસભા અને રાજ્યસભાનાં દરેક સાંસદને પોતાના ક્ષેત્રનાં વિકાસ માટે દર વર્ષે 5 કરોડ રૂપિયા મળે છે. આને MPLAD ફંડ કહેવામાં આવે છે. 2 વર્ષ માટે આ ફંડને હટાવવા પર સરકારની પાસે 7900 કરોડ રૂપિયા આવશે. આ પૈસા ભારત સરકારનાં Consolidated Fundમાં જશે. આ રકમનો ઉપયોગ કોરોના સામે લડવામાં કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *