કોરોનાના ડરથી આ વસ્તુની ડિમાન્ડ વધી, છેલ્લા બે મહિનામાં વેચાણમાં 50 ટકાનો ઉછાળો નોંધાયો

Published on Trishul News at 2:30 PM, Sat, 1 August 2020

Last modified on August 1st, 2020 at 2:30 PM

આખાં વિશ્વમાં હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામારીને કારણે લાખો લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે. સમગ્ર દેશમાં લોકડાઉનનો અમલ કર્યા બાદ હવે સમગ્ર રાજ્યમાં પણ ધીરે-ધીરે અનલોકનો પણ અમલ કરવામાં આવ્યો છે.

કોરોનાને લીધે જીમ, સ્વિમિંગ પુલ, પાર્ક બંધ હોવાથી શહેરીજનો ફિટનેસ સાચવી રાખવા માટે હવે સાઈકલિંગ બાજુ વળ્યા છે. સાઇકલિંગ કરતા લોકોનું જણાવવું છે કે, તેનાંથી તાજી હવા તથા કસરતનો ફાયદો થાય છે. સાઈકલિંગથી સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવી શકાય છે. અમદાવાદમાં છેલ્લા લગભગ 16 વર્ષથી ચાલતી સાઇકલ ક્લબમાં કોરોના બાદ સભ્યોની સંખ્યામાં પણ બમણો વધારો થયો છે.

લોકો અચાનક જ સાઈકલ બાજુ વળતા કુલ 2 મહિના અગાઉ જે સ્ટોર્સમાં સાઇકલો ધૂળ ખાતી હતી તે પણ હવે ખાલી થઈ ગઈ છે. ગ્રાહકોને હવે નવી સાઈકલની ખરીદી કરવાં માટે રાહ જોવી પડી રહી છે. અમદાવાદમાં સાઇકલના વિક્રેતાઓનું જણાવવું છે કે, કોવિડ-19 બાદ સાઇકલના વેચાણમાં કુલ 50 % નો વધારો થયો છે. અચાનક જ સાઇકલની માંગ નીકળતા ભાવમાં પણ કુલ 10 % નો વધારો થયો છે.

લક્ષ્મી સાઇલ સ્ટોરના માલિક સચિન વાધવાનીએ જણાવતાં કહ્યું હતું કે, હાલમાં લોકો સાઇકલ ઇન્સ્ટોલમેન્ટ પર ખરીદી કરી શકે એ માટે બેન્ક લોનની પણ ઓફર કરી રહ્યાં છે. હાલમાં ઇન્ટરનેશનલ કુલ 7 તથા લોકલ કુલ 12 બ્રાન્ડની સાઇકલનું અમદાવાદમાં વેચાણ થઇ રહેલું છે. જેની કિંમત રૂ. 5,000 થી લઇને રૂ. 5 લાખ સુધીની હોય છે.

રેવલ્યુએશન બાઇક સ્ટોરના માલિક રાહુલ પરીખે જણાવતાં કહ્યું કે, કોરોનાને લીધે લોકો ફિટનેસને લઇને વધુ જાગૃત થયા છે. જીમ, પાર્ક, ગાર્ડન, સ્વિમિંગ પૂલ સહિત બંધ છે, ત્યારે લોકો સાઈકલ બાજુ વળ્યા છે. તેથી, સાઇકલનાં વેચાણમાં કુલ 50% નો વધારો થયો છે. અત્યારે બધી જ ઊંમરના લોકો સાઇકલ ખરીદવા માટે આવે છે. જેમની ચોઇસ લોકલ અને ઇન્ટરનેશનલ સાઇકલની હોય છે.

સાઇકલોન સાઇકલ કલબના પ્રમુખ વિનોદ પુરોહિતે જણાવ્યું કે, કોરોના પહેલા અમારી કલબમાં 1500 મેમ્બર હતા. જેમાં વધારો થઇને હવે 2600 થઇ ગયા છે અને ફેસબુક પર 9 હજાર કરતા વધારે સભ્યો ફલોઅપ કરે છે.મેમ્બર વધતા સાઇકલ કલબની ઇવેન્ટ વધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Be the first to comment on "કોરોનાના ડરથી આ વસ્તુની ડિમાન્ડ વધી, છેલ્લા બે મહિનામાં વેચાણમાં 50 ટકાનો ઉછાળો નોંધાયો"

Leave a comment

Your email address will not be published.


*