કઈ તાકાતો દેશપ્રેમી મુસલમાનને દેશ વિરુદ્ધ ઉભા કરી રહી છે?- વાંચો સલીમ હાફેજીની ધારદાર કલમે

સોશીયલ મીડિયા માં મુસ્લિમો ને ગુમરાહ કરતા મેસેજની કેટલીક વાસ્તવિકતાની કેટલીક છણાવટ અહી પ્રસ્તુત છે જેમાં મુસ્લિમોને સરકારી સહાય લેતા અટકાવવા, NRC વિરોધી બનાવવા સહિતની બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. Follow @SalimHafezi on twitter.

૧. વ્યાજે લૉન લેવી નાજાયજ છે.

માલદાર લોકો પર હજ ફર્જ છે તો હજ માટે સરકારી સબસીડી લેવી જાયજ છે?

ઓવેશી પોતે હૈદરાબાદ માં પોતાની બેન્ક ચલાવે છે જેમાં વ્યાજે લૉન આપવામાં આવે છે, જો ગુજરાત સરકાર માંથી વાર્ષિક 2% ના દરે લોન લેવી નાજાયજ હોય તો ઓવેશી પાસેથી વાર્ષિક અઢાર ટકે વ્યાજે લૉન લેવી જાયજ છે? આજ દિન સુધી કોઈ પણ મુફ્તીસાહેબે ઓવેશી માટે ફતવો બહાર કેમ નથી પાડ્યો? કે પછી આવા ફતવાઓ માત્ર પોલિટિકલ પાર્ટીના ઈશારે કોમના ગરીબ વર્ગને ભડકાવવા માટે કરવામાં આવે છે?

સન ૨૦૨૦ પહેલા મુસ્લિમો કોઈ લૉન લેતા જ નહોતા? આ પહેલીવારની લૉન યોજના છે કે એકાએક મુફ્તીસાહેબો લૉન ને જાયજ નાજાયજ ઠરાવવા લાગ્યા?

હમણાં રમજાન માસ માં રાજ્યમાં ઘણા બુટલેગરો, દારૂના અડ્ડાવાળાઓએ, માફિયાઓએ મુસ્લિમ વિસ્તારમાં ઇફતારી, સહેરી, રાશનકીટ વગેરે નું વિતરણ કર્યું જ છે. કોઈ પણ મુફ્તી સાહેબે આ અંગે કોઈ ફતવો બહાર નથી પાડ્યો કે મદદ સ્વીકારતા પહેલા તપાસ કરો કે મદદ માટે ખર્ચાયેલા પૈસા હલાલ છે કે હરામ!

હરામ કમાણીમાંથી રાશનકીટ લેવી, ઇફતારી, સહેરી કરવી જાયજ છે કે નાજાયજ એનો ફતવો કોણ આપશે?

૨. લૉન ના નામે દસ્તાવેજો ઉઘરાવી સરકાર એનઆરસી કરી રહી છે.

લૉન ફોર્મ સાથે સરકાર પુરાવા રૂપે આધારકાર્ડ, પાન કાર્ડ અને રાશનકાર્ડ માંગી રહી છે. હવે આ ત્રણેય પુરાવા તમને સરકારે જ આપ્યા છે અને સરકારી દફતરે તેની નોંધ છે જ. હવે તમે કૈં નવું નથી આપી રહ્યા કે સરકાર તેમાં થી એનઆરસી કરી શકે. એનઆરસીમાં સરકાર એ પૂછે છે કે તમે અને તમારા માતાપિતા નું જન્મસ્થળ ક્યુ હતું. આ માહિતી સરકાર પાસે સચોટ રૂપે નથી અને તે એનઆરસી કરવા માટે મુખ્ય બાબત છે. આધાર કાર્ડ, પાન કાર્ડ અને રેશનકાર્ડ નો પુરાવો તમારી રાષ્ટ્રીયતા પુરવાર કરતો નથી પણ તમારી ઓળખ કરી આપે છે.

૩. એક લાખ રૂપિયાની લૉન પર માસિક ૨% લેખે ત્રણ વર્ષનું ₹૬૦૦૦૦ વ્યાજ ભરવું પડશે.

આત્મનિર્ભર ગુજરાત યોજના માં દરેક લાભાર્થી ને ઓછામાં ઓછા ₹૨૫૦૦૦ અને વધુમાં વધુ ₹૧૦૦૦૦૦ લૉન મળશે. જેમાં વાર્ષિક ૨% કપાત વ્યાજે ગણતરી કરવામાં આવશે એટલે કે એક લાખની લૉન ને ત્રણ વર્ષે પુરી કરતા માત્ર પાંચેક હજાર વધારાના વ્યાજે પેટે જાય. ટૂંકમાં, ગુજરાત સરકાર દ્વારા તા.૨૧ મે થી અમલમાં આવનારી આત્મનિર્ભર ગુજરાત યોજના માં મુસ્લિમો ફોર્મ ન ભરે તે માટે હમણાથી જ કેટલાક મુફ્તીઓ અને મુસંધીઓ કેમ હાંફળાફાંફળા થઈ રહ્યા છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: