વર્ષો જુના કેસ મામલે સલમાન ખાને ખટખટાવ્યો હાઈકોર્ટનો દરવાજો- જાણો શું છે આખી મેટર?

Published on Trishul News at 10:15 AM, Wed, 6 April 2022

Last modified on April 6th, 2022 at 10:17 AM

બોલિવૂડ એક્ટર(Bollywood actor) સલમાન ખાને(Salman Khan) બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)નો સંપર્ક કર્યો છે. તેણે તેના ત્રણ વર્ષ જૂના કેસમાંથી એક કેસમાં કોર્ટનો સંપર્ક કરવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 2019માં સલમાન ખાન અને તેના અંગરક્ષક પર એક પત્રકારે તેમની સાથે કથિત રીતે ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી આ મામલો કોર્ટમાં છે.

તાજેતરમાં જ આ કેસમાં મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે સલમાન ખાન અને તેમના અંગરક્ષક નવાઝ શેખને સમન પાઠવવામાં આવ્યું હતું અને 5 એપ્રિલ સુધીમાં કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર, આવી સ્થિતિમાં અભિનેતાએ હવે આ સમન્સ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં સલમાન ખાને સમન્સને રદ કરવાની અને વચગાળાની રાહતની માંગણી કરવામાં આવી છે.

પત્રકાર અશોક પાંડેએ વર્ષ 2019માં સલમાન ખાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ કિસ્સો તે સમયનો છે જ્યારે અભિનેતા મુંબઈના રોડ પર સાઈકલ ચલાવી રહ્યો હતો. આવી સ્થિતિમાં પત્રકાર અશોક પાંડેએ ફોનમાંથી તેમની તસવીર ક્લિક કરવાનું શરૂ કર્યું. તે દરમિયાન સલમાન ખાન અને તેના બોડીગાર્ડે તેને તસવીર ક્લિક કરવાની ના પાડી હતી. આ દરમિયાન અભિનેતાના બોડીગાર્ડે તેનો ફોન છીનવી લીધો હતો. આવી સ્થિતિમાં, બંને પક્ષો વચ્ચે કથિત રીતે ઝઘડો થયો હતો.

ત્યાર પછી અશોક પાંડેએ સલમાન ખાન અને તેના બોડીગાર્ડ પર તેની સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો અને કેસ દાખલ કરાવ્યો હતો. તેમજ અંધેરીની મેજિસ્ટ્રેટ કોર્ટે સલમાન ખાન અને બોડીગાર્ડને આઈપીસીની કલમ 504 અને 506 હેઠળ સમન્સ આપ્યા હતા. સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે પોતાની ઘણી ફિલ્મોને લઈને ચર્ચામાં છે.

સલમાન ખાન તેની બે મોટી ફિલ્મો ‘ટાઈગર 3’ અને ‘કભી ઈદ કભી દિવાળી’ માટે લાંબા સમયથી ચર્ચામાં છે. તે છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ‘ટાઈગર 3’માં કામ કરી રહ્યો છે. તેમજ ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’ પાઈપ લાઈનમાં છે. સલમાન ખાન ફરી એકવાર ફિલ્મ ‘ટાઈગર 3’માં કેટરિના કૈફ સાથે જોવા મળશે. અભિનેતાના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "વર્ષો જુના કેસ મામલે સલમાન ખાને ખટખટાવ્યો હાઈકોર્ટનો દરવાજો- જાણો શું છે આખી મેટર?"

Leave a comment

Your email address will not be published.


*