તો આ કારણે સલમાન ખાન નથી કરતો લગ્ન- પોતે જ જણાવી અત્યાર સુધી છુપાવી રાખેલી વાત

Published on: 12:30 pm, Wed, 13 January 21

અત્યાર સુધી પ્રખ્યાત અભિનેતાએ હજુ લગ્ન નથી કર્યાં જેને લઈ હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. સલમાન ખાન હંમેશા લગ્નના પ્રશ્નોથી સતત ઘેરાયેલો રહેતો હોય છે. આ પ્રશ્નથી તેની પરેશાનીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તેણે જ્યારથી મૈને પ્યાર કિયા ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું.

ત્યારથી લઈને અત્યાર સુધી તેની લવલાઈફ હંમેશા ચર્ચામાં ચાલી રહી છે. તેની સાથે કેટલાય કો સ્ટાર્સના નામ જોડાઈ ચૂક્યા છે. ઘણીવાર ફેન્સને એવું પણ લાગ્તું હોય છે કે, આ વખતે તો તેના લગ્ન થઈ જશે. જો કે, સલમાને એકવાર જણાવ્યું હતું કે, લગ્ન એ પૈસાની બરબાદી છે.

માતાં-પિતાના ઘરે ન મળ્યું હોય તેટલું પત્નિને આપી શકે ત્યારે કરશે લગ્ન :
ઈન્ટરવ્યૂમાં સલમાનખાન પોતાના લગ્નને લઈને કરેલ વાતને લઈ એણે જણાવતાં કહ્યું હતું કે, તે કોઈની સાથે પરમેનન્ટ કમિટમેન્ટ ક્યારે કરશે? સલમાનખાને ફિલ્મફેર મેગેઝીનને આપેલ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે લગ્ન ત્યારે જ કરશે કે, જ્યારે પોતાની પત્નીને તે એટલું બધું આપી શકે કે, જે તેના માતા પિતાના ઘરે મળ્યું ન હોય.

જેવી છોકરી સાથે રહું છું તેવી મળે તો લગ્ન કરશે :
એ વખતે સલમાન ખાન સંગીતા બીજલાની સાથે રિલેશનશીપમાં રહેતો હતો. તે આ રિલેશનને લઈ ખૂબ જ ઓપન માઈન્ડ હતો. તેને પૂછવામાં આવ્યું કે, તે કેવા પ્રકારની છોકરી સાથે લગ્ન કરવા માગે છે ત્યારે તેણે કહ્યું હતું કે, જેવી છોકરી સાથે હું છું. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો સલમાનખાનને કેટલાય પ્રોજેક્ટ આવનાર છે. ફેન્સ તેમની ફિલ્મ રાધેની રાહ જોઈ રહ્યાં છે. તેઓ પોતાના બનેવી આયુષ શર્માની સાથે શૂટિંગ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle