જાણો એવું તો શું થયું કે સલમાન ખાને 250 કરોડની ઓફર એક ઝાટકે ફગાવી દીધી – કારણ જાણીને ચોંકી ઉઠશો

Published on: 5:07 pm, Wed, 25 November 20

હાલમાં એક એવી એક જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને પણ ખુબ આશ્વર્ય લાગશે. બોલિવૂડ ફિલ્મ જગતમાં સલમાન ખાન વિશે એવું કહેવામાં આવે છે કે, તે મનમોજી છે તેમજ ક્યારે શું કરી બેસે તે અંગે કઈ કહી શકાય નહીં. એની નવી ફિલ્મ ‘રાધે’ તૈયાર થઈ ગઈ છે.

હાલમાંની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સામાન્ય સ્તિથી બને એટલે આ ફિલ્મ એના ફેન્સ સુધી પહોંચી જશે. હાલમાં કોરોનાને લીધે કેટલીક ફિલ્મની રિલીઝ અટકી પડી છે જેમાં ‘રાધે’નો પણ સમાવેશ થાય છે. એવું કહેવામાં આવે છે કે, ઇદ વખતે આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.

OTT પ્લેટફોર્મનો સહારો લઈ રહ્યા છે :
રાધે ફિલ્મ વિશે હાલમાં કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે. એક વાત તો એના OTT પ્લેટ ફોર્મ પર રિલીઝ અંગે હતી. બોલિવૂડના બધાં જ પ્રોડ્યુસર OTT પ્લેટફોર્મનો સહારો લઈ રહ્યા છે. જયારે બીજી બાજુ થિયેટરના માલિકો આંસુ વહાવી રહ્યા છે પરંતુ તેમને સાંત્વના આપનાર કોઈ નથી.

કુલ 250 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી :
સિંગલ સ્ક્રીનના માલિકોને સૌથી વધુ કમાણી સલમાન ખાનની ફિલ્મોથી થતી હોય છે. ‘રાધે’ ફિલ્મની સૌથી વધારે લોકો રાહ જોઈ રહ્યા છે. ‘રાધે’ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે એવી અટકળે ધમાલ મચાવી દેવામાં આવી હતી.

આની માટે સલમાન ખાનને કુલ 250 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. આ એવી જંગી ઓફર છે કે, જેનાથી કોઇ પણ વિચલીત થઈ જાય પરંતુ સલમાન ખાને 1 મિનિટમાં જ આ ઓફર નકારી કાઢીને એને ફગાવીને કહી દીધું કે, ‘રાધે’ ફિલ્મ ફક્ત સિનેમાઘરમાં જ રિલીઝ કરવામાં આવશે. ડાયરેક્ટર પ્રભુદેવા પણ સલમાનખાન સાથે સહમત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle