સલમાન ખાનની ‘મોસ્ટ વોન્ટેડ રાધે’ જોતા પહેલા વાંચી લેજો આ સમાચાર

Published on: 8:03 pm, Fri, 14 May 21

સલમાન ખાનની મોસ્ટ વોન્ટેડ ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ 13મે ના રોજ દુનિયાભરના થિયેટરો અને ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઈ હતી. રિલીઝ થયાના થોડા કલાકો બાદ જ આ ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ. ઘણી વેબસાઈટ્સ દ્વારા ફિલ્મનું પાઈરેટેડ વર્ઝન નિ:શુલ્ક જોઈ અને ડાઉનલોડ પણ કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મના રિલીઝના એક દિવસ પહેલા જ સલમાન ખાને સોશિયલ મીડિયા પર લોકોને અપીલ કરી હતી કે, તેઓ ફિલ્મની પાયરેસીથી દૂર રહે અને ફિલ્મને યોગ્ય પ્લેટફોર્મ પર જોવે. સલમાન ખાને બુધવારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. અને લોકોને અપીલ કરી હતી કે તેની ફિલ્મ લોકો લીક ના કરે.

આ વીડિયોમાં સલમાન ખાને કહ્યું હતું કે, એક ફિલ્મ બનાવવા ઘણા લોકો ખૂબ જ મહેનત કરે છે. અમને ખૂબ દુ:ખ થાય છે જ્યારે કેટલાક લોકો પાયરેસી દ્વારા આ ફિલ્મ જુએ છે. હું તમારા દરેક પાસેથી કમિટમેન્ટ માગુ છું કે, ફિલ્મને યોગ્ય પ્લેટફોર્મ પર એન્જોય કરો. આ ઈદ પર પ્રેક્ષકોની કમિટમેન્ટ હશે. નો પાયરેસી ઈન એન્ટરટેનમેન્ટ.

તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ ફિલ્મ લીક થઈ હોય. આ પહેલા પણ ઘણી ફિલ્મો પાયરેસીનો શિકાર બની ચૂકી છે. પાયરેસી કરવાવાળી સાઈટ્સ પર કાર્યવાહી પણ કરવામાં આવે છે. પરંતુ, તે પછી પણ ઘણી સાઈટ્સ દ્વારા પાયરેસીને સપોર્ટ આપવામાં આવે છે. તે જ સમયે, સલમાન ખાનના ચાહકોએ ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મ લીક થયા પછી સલમાન ખાનના ચાહકોએ ફિલ્મની ટીમને એક્શન લેવાનું કહ્યું છે. અને આ વાત ઉપર કાર્યવાહી પણ શરુ કરી દેવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ઓટીટી પ્લેટફોર્મ જી5 પર રીલિઝ થઈ હતી. સલમાન ખાનના ચાહકોએ જી5 પર સ્ટ્રીમિંગ શરૂ કરી દીધુ હતું. જેના કારણે જી5નું સર્વર ક્રેશ થઈ ગયું છે. ફિલ્મ ન ચાલવાના કારણે યુઝર્સ પરેશાન થઈ ગયા અને લોકોએ સોશિયલ મીડિયા પર તેની ફરિયાદ શરૂ કરી દીધી હતી.

પ્રભુ દેવા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં સલમાન ખાન ઉપરાંત દિશા પાટણી, રણદીપ હૂડ્ડા, જેકી શ્રોફ, ગોવિંદ નામદેવ, ગૌતમ ગુલાટી છે. આ ફિલ્મમાં સલમાન ખાનને એક અન્ડરકવર કોપ તરીકેની ભૂમિકા ભજવી છે. જ્યારે તેની સામે વિલન બનેલા રણદીપ હૂડ્ડા ગોવાના હિંસક અને સનકી સ્વભાવ વાળા ડ્રગ માફિયાનું પાત્ર ભજવી રહ્યા છે.

જણાવી દઈએ કે, પ્રભુ દેવા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં સલમાન ખાન ઉપરાંત દિશા પાટણી, રણદીપ હૂડ્ડા, જેકી શ્રોફ, ગોવિંદ નામદેવ, ગૌતમ ગુલાટી છે. આ ફિલ્મમાં સલમાન ખાને એક અન્ડરકવર કોપ તરીકેની ભૂમિકા ભજવી છે. ઉપરાંત વિલન બનેલા રણદીપ હૂડ્ડા ગોવાના હિંસક અને સનકી સ્વભાવ વાળા ડ્રગ માફિયાનું પાત્ર ભજવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.