માનવ શરીર માટે મીઠું અને ખાંડ સફેદ ઝેર સમાન છે- જાણો શું કહે છે વિજ્ઞાન

Published on: 1:22 pm, Tue, 17 November 20

કુદરતી ઉપચારને દ્રષ્ટિએ જોવામાં આવે તો મીઠું અને ખાંડ સફેદ ઝેર સમાન છે. એની શરીરમાં ક્યાંય પણ જરૂર નથી. ડોક્ટરો પણ હાઈ બ્લડપ્રેશર કે કિડની તેમજ ફેફસાની બીમારી દરમિયાન ખાંડ મીઠું ન ખાવાની સલાહ આપે છે. હવે મીઠા વિનાનો ખોરાક દર્દીએ લેવો કેવી રીતે?

કારણ કે, મીઠાના ઉપયોગથી શરીર ના અંગો પર ઘાતક અસર થાય છે. જ્યારે દર્દી અંગ ખરાબ થઈ ગયું હોય ત્યારે એમને મીઠાની ઘાતક અસર દેખાય એના કરતાં પહેલેથી દર્દીને સૂચન કરવું જોઈએ કે જેથી સામો માણસ પણ મીઠાની ઘાતક અસર થી બચીને ચાલી શકે મીઠું આહાર દ્વારા શરીરમાં જાય છે. લોહીમાં ભળે છે તથા કિડની અને પરસેવાની ગ્રંથીઓ દ્વારા શરીરમાંથી બહાર ફેંકાઈ જાય છે.

ભોજનમાં સ્વાદ સિવાય મીઠાનું કોઇ મહત્ત્વ નથી. ઘણા લોકો માને છે કે, મીઠા વિનાનું ભોજન લેવાથી બ્લડ પ્રેશર ઘટી જાય છે. આ એક જાતનો વહેમ તેમજ ખોટી માન્યતા છે. ઘણા દર્દીઓ તથા કેટલાક કુદરતી આહાર પ્રેમીઓ વર્ષોથી મીઠા વિનાનું આહાર લે છે એમને કોઈ સમસ્યા નથી. મીઠા વગર રહી શકાય એમ ન હોય તો ઝેર સમજીને અલ્પમાત્રામાં માત્ર રાંધેલા શાકને એનો ઉપયોગ કરવો વગર ચાલતું હોય તો એમાં પણ અલ્પ માત્રામાં મીઠું ઉમેરો.

ખીચડી, ભાત અથવા તો રોટલીમાં નાખવુ નહીં. કેટલાક લોકો અવેજીમાં સિંધવ મીઠું વાપરે છે. યાદ રાખો કોઈપણ પ્રકારનું મીઠું ઝેર સમાન જ છે. મીઠાની માફક ખાંડ પણ સફેદ ઝેર છે. તેનો પણ તદ્દન ઓછી માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. એનો બિલકુલ ઉપયોગ ન કરીએ તો પણ શ્રેષ્ઠ ગણાય.

ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવો. તેમાં ક્ષારો અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. એટલું યાદ રાખવાનું છે કે, કુદરતમાંથી મળતા તમામ ખાદ્ય પદાર્થમા શરીરની તંદુરસ્તી માટે કુલ છ રસની જરૂર છે. આ રસ જે પદાર્થમાં હોય એનો ઉપયોગ કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle