વધારે પ્રમાણમાં મીઠું ખાવું આ મોટી બીમારીને સામેથી આપી શકે છે આમંત્રણ

દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે મીઠું(Salt) ખાવાનું પસંદ ન કરે. આપણે ખોરાકમાં કંઈપણ છોડી શકીએ છીએ, પરંતુ મીઠા વગર જીવન અધૂરું લાગે છે.…

દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે મીઠું(Salt) ખાવાનું પસંદ ન કરે. આપણે ખોરાકમાં કંઈપણ છોડી શકીએ છીએ, પરંતુ મીઠા વગર જીવન અધૂરું લાગે છે. આવું કેમ ન હોવું જોઈએ, કારણ કે જીવન ખરેખર મીઠા વગર અધૂરું છે. શરીરમાં ઓછુ સોડિયમ(low sodium in body) એટલે કે મીઠું ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. પરંતુ વધુ પડતા મીઠાનું સેવન તમને બીમાર પણ કરી શકે છે. આ તમને જીવલેણ રોગ બાજુ ધકેલી શકે છે. એટલા માટે અમે તમારા માટે આવી 4 વસ્તુઓ લાવ્યા છીએ, જેનો ઉપયોગ મીઠાની જગ્યાએ થઈ શકે છે અને જેને લીધે તમારા ખોરાકનો સ્વાદ ઘટવાને બદલે વધશે.

સૌથી પહેલા મીઠાના વધુ પડતા સેવનની આડઅસરો જાણીએ:
WHO અનુસાર, મોટાભાગના લોકો દરરોજ 9 થી 12 ગ્રામ મીઠાનો ઉપયોગ ભોજન દરમિયાન કરે છે. જે જરૂરી  કરતા ઘણું વધારે છે. વધુ પડતા મીઠાના સેવનથી થતી આડઅસરો વિશે જાણીએ. હાઈ બ્લડ પ્રેશર જેવા ખતરનાક રોગ, જે હાર્ટ એટેક પણ લાવી શકે છે, પેટનું ફુલાઈ જવું, શરીરમાં સોજો આવવો, અતિશય તરસ લાગવી, વધુ પ્રમાણમાં વજન વધે, વારંવાર પેશાબ જવું, ઊંઘ ન આવવી, થાકી જવું, અસ્વસ્થ પેટ વગેરે.

મીઠાને બદલે આ વસ્તુઓનો ઉપયોગ કરો:
ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડી દેવામાં આવે તો ભોજનમાં સરખો સ્વાદ આવતો નથી. પરંતુ જો તમે મીઠાનું પ્રમાણ ઘટાડવાની સાથે આ વસ્તુઓને ખોરાકમાં સામેલ કરશો તો ખાવાનો સ્વાદ બગડવાના બદલે વધશે.

લસણ:
ખોરાકમાં મીઠાની માત્રા ઘટાડવા સાથે લસણનો સમાવેશ કરી શકાય છે. આ સાથે, તમને મીઠાની નાની માત્રાની ખબર નહીં પડે અને તમને લસણના ફાયદા પણ મળશે.

મરી પાવડર:
જો તમે મીઠાનું પ્રમાણ ઘટાડવા સાથે કાળા મરીના પાવડરની માત્રાનો સમાવેશ કરો છો, તો તમને શારીરિક બળતરામાં ઘટાડો જેવા લાભ મળશે.

આદુ:
આદુનું સેવન કરવાથી બળતરા વિરોધી ગુણધર્મો પ્રાપ્ત થાય છે અને તે મીઠાની ઓછી માત્રાને કારણે ખોરાકનો સ્વાદ બગડવા દેતું નથી.

લીંબુ:
ખોરાકમાં તીખો અને સહેજ ખાટો સ્વાદ મીઠાના અભાવને સંતુલિત કરી શકે છે. તેથી, તમે ખોરાકમાં લીંબુનો રસ શામેલ કરી શકો છો. આ સાથે તમને વિટામિન-સી જેવા પોષક તત્વો પણ મળશે અને તમે મીઠાની માત્રા ઘટાડી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *