PM મોદીની ઉજ્જ્વલા યોજનાની પોલ સંબીત પાત્રાએ જ ખોલી નાખી, જુઓ વિડીયો

ભાજપા દ્વારા ઓરિસ્સાની જગનાથપુરી બેઠકે ઉપર પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા ને લોકસભાની ટિકિટ આપી છે. સંબિત પાત્રા ટીવી ચેનલ પર બેસીને મોદી સરકારની ઉજવલા યોજના…

ભાજપા દ્વારા ઓરિસ્સાની જગનાથપુરી બેઠકે ઉપર પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા ને લોકસભાની ટિકિટ આપી છે. સંબિત પાત્રા ટીવી ચેનલ પર બેસીને મોદી સરકારની ઉજવલા યોજના ના ખૂબ જ વખાણ કરતા હોય છે, પરંતુ તેઓ તેમના પ્રચાર દરમિયાન પક્ષના એક કાર્યકર ના ઘરે પહોંચ્યા અને એક વીડિયો બનાવીને ટ્વિટર હેન્ડલ પર મુક્યો ત્યારે પોતાની જ વખાણેલી ઉજ્વલા યોજના ની પોલ ખુલી ગઈ હોય તેવું પ્રતીત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઓરિસ્સામાં વિધાનસભા ચૂંટણી પણ લોકસભા ચૂંટણીની સાથે યોજાવા જઈ રહી છે.

ખરેખર સંબિત પાત્રા જે ઘરમાં ગયા હતા અને જમવા બેઠા હતા તે ઘરમાં કોઈ ગેસ કે ચૂલો હતો નહીં, પરંતુ વિડિયોમાં મહિલા માટીના ધુમાડિયા ચૂલા પર જ ખાવાનું બનાવી રહી હતી. તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આ વિડીયો ની સાથે સંબિત પાત્રાએ લખ્યું હતું કે, આ મારો પરિવાર છે, હું મારી માતા એ બનાવેલું ભોજન જમી રહ્યો છું. મેં મારા હાથે જ તેમને જમાડયા છે અને હું માનું છું કે આ લોકોની સેવા ઈશ્વરની સૌથી મોટી પૂજા છે.

એક તરફ સંબિત પાત્રા ભાજપના કાર્યકર નું ઘર પોતાનું ઘર જણાવી રહ્યા છે અને ભાજપની રાષ્ટ્રીય યોજનાના લાભ આ પરિવાર સુધી ન પહોંચે તે ઘણી આશ્ચર્યજનક વાત કહી શકાય. સાથે સાથે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સંબિત પાત્રા આ ગરીબ ના ઘરમાં કેટલા ફોટોગ્રાફરોને લઈને ફોટો પડાવવા જ ગયા હશે.

ઉજ્વલા યોજના ની હકીકત એ છે કે જે લોકોને ઉજ્વલા યોજના હેઠળ ગેસ મળેલો છે તેઓ બીજી વખત ગેસ પુરાવા માટે ગયા નથી. જેનું કારણ છે કે, એક વખત ગેસ પૂરાવવાની કિંમતમાં 100 રૂપિયાથી વધુનો વધારો થઈ ગયો છે અને જે કહેવામાં આવ્યું છે કે તમને મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવશે। તેની હકીકત પણ એ છે કે આ યોજના હેઠળ જે ગેસ કનેક્શન ની કિંમત છે તે કિંમત તમારે બીજી વખત ગેસ પુરાવા જેવો હોય ત્યારે ચૂકવવો પડે છે. અને સાથે સાથે ગેસ કનેક્શન નું કાયમી ભાડું પણ ચૂકવવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *