સમીના લંપટ ડોક્ટર પિતા-પુત્રએ 2400 મહિલાઓનાં ગર્ભપાત કરાવ્યાંનું પાપ કર્યું- જાણો અહી

પાટણ પાસે સમી અને મહેસાણામાં ક્લિનીક ધરાવતા ડોકટર મહેન્દ્ર મોદી અને તેના પુત્ર કિશન મોદીની પોલીસ પૂછપરછ કરી રહી છે, સામે આવ્યું છે કે નરાધમોએ…

પાટણ પાસે સમી અને મહેસાણામાં ક્લિનીક ધરાવતા ડોકટર મહેન્દ્ર મોદી અને તેના પુત્ર કિશન મોદીની પોલીસ પૂછપરછ કરી રહી છે, સામે આવ્યું છે કે નરાધમોએ અત્યાર સુધી 2400 મહિલાઓના ગર્ભપાત કરાવ્યાં છે, અને તેની ઉંચી ફી લેવામાં આવતી હતી, ગર્ભપાત માટે મહિલાઓને પાટણ અને શંખેશ્વર પણ મોકલતા હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે 2 મહિલાઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, સમીમાં વર્ષોથી ક્લિનીક ધરાવતા મહેન્દ્ર મોદીનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં તે મહિલા દર્દીઓ સાથે પાપલીલા કરી રહ્યો છે, તેનો પુત્ર કિશન પણ મહિલાઓને પોતાની જાળમાં ફસાવીને તેમની સાથે દુષ્કર્મ કરતો હતો.પોલીસે આ નરાધમોના બંગલે અને દવાખાને તપાસ કરીને લેપટોપ સહિત કેટલીક વસ્તુઓ જપ્ત કરી છે, જેમાંથી વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *