સાણંદના ડેપ્યુટી કલેક્ટર આર કે પટેલનો આપઘાત, પાંચમાં માળેથી કુદીને ટુકાવ્યું જીવન- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે ચૂંટણી પહેલા જ એક આઘાતજનક સમાચાર સામે આવ્યા…

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે ચૂંટણી પહેલા જ એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. સાણંદ(Sanand)ના ડેપ્યુટી કલેક્ટર અને રીટનિંગ ઓફિસર આર કે પટેલે(Deputy Collector RK Patel) આપઘાત કરી લીધો છે. અમદાવાદ(Ahmedabad)માં પ્રેરણ તીર્થ સોસાયટીમાં પાંચમાં માળેથી ઝંપલાવીને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

ઉલ્લેખનીય છે કે, રાજેન્દ્ર કેશવલાલ પટેલ મૂળ ઈડરના વતની હતા. સાણંદ પહેલા આર કે પટેલ અંબાજીના વહીવટદાર હતા. અંબાજી મંદિરના વહીવટદાર તરીકે વર્ષો સુધી ફરજ બજાવ્યા પછી થોડા સમય પહેલા જ સાણંદ મુકવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સખત ડિપ્રેશનમાં રહેતા હતા. ત્યારે હવે તેમણે સાણંદમાં ફ્લેટમાંથી પડતુ મૂક્યું હતું. મૂળ પાલનપુરનાં ઈડરના રાજેન્દ્ર પટેલ નિર્મિત ફ્લોરા સોસાયટીનાં B 403 માં રહેતા હતા. તેઓ 15 દિવસ પહેલા જ અહીં રહેવા માટે આવ્યા હતા.

જો વાત કરવામાં આવે તો આર કે પટેલ રાત્રે અઢી વાગ્યા સુધી ચૂંટણીનું કામ કરી રહ્યા હતા. આખી રાત ગવર્મેન્ટ પ્રેસમાં બેલેટની કામગીરી પૂર્ણ કરી વહેલી સવારે ઘેર આવ્યા બાદ તેમણે આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ હજુ અકબંધ છે.

મળતી માહિતી અનુસાર, સાણંદ એસડીએમ રાજેન્દ્ર પટેલનાં આપઘાત બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હાલ આ અંગે તેમના ઘરે અને સંબંધીઓ અને પરિચિતો પાસેથી જાણકારીઓ મેળવવામાં આવી રહી છે. આપઘાત પહેલા તેમણે કોઇ ચિઠ્ઠી લખવામાં આવી છે કે નહીં તે અંગે હાલ તપાસ કરવામ આવી રહી છે. સાણંદ વિધાનસભા સીટના રિટર્નિંગ ઓફિસર રાજેન્દ્ર પટેલનાં અચાનક આપઘાત કર્યા બાદ પરિવાર અને આખા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *